મારી પાર્ટી ભાજપની બી ટીમ નહિ તમિલનાડુની એ ટીમ છે : કમલ હાસન

0
18

ન્યુ દિલ્હી,તા.૨૫
અભિનેતા અને મક્કલ નિધિ મય્યમ પાર્ટીના પ્રમુખ કમલ હાસને તિરૂનેલવેલીમાં એક કાર્યક્રમ સંબોધિત કરતા કહ્યું કે તેમની પાર્ટીને જાણી જાઈને નિશાન બનાવાઈ રહ્યું છે. તમિલનાડુમાં તેમની પાર્ટીની ભવ્યતા વધી રહી છે. જેને જાતા કેટલાક લોકો જાણીજાઈને તેમને અને મક્કલ નીધિ મય્યમને નિશાન બનાવી રહ્યા છે.
હાસને કોઈ સંગઠનનું નામ લીધા વિના સ્પષ્ટરીતે કહ્યું કે તેમને નિશાન બનાવાઈ રહ્યા છે કેમ કે તેમની પાર્ટીનું કદ મોટુ છે. તેમની પર આરોપ લાગી રહ્યો છે કે તેમની પાર્ટી ભાજપની બી ટીમ છે. જેનુ ખંડન કરતા તેમણે કહ્યું હું કોઈ બી ટીમ નથી, આ તમિલનાડુની એ ટીમ છે.
કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ આગામી લોકસભા ચૂંટણીમાં તમિલનાડુની તમામ ૩૯ બેઠકો પર એકલી ચૂંટણી લડશે. આ નિવેદન દ્વારા હાસને ગઠબંધનમાં સામેલ થવાની પોતાની નીતિમાં પરિવર્તનનો સંકેત આપ્યો છે. લોકસભા ચૂંટણીમાં લડવાનું એલાન કરતા હાસને કહ્યું હતુ. અમે સ્પષ્ટરીતે લોકોની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે કોઈપણ દ્રવિડ પાર્ટીની સાથે ગઠબંધન ન કરીને પોતાની સારી છબી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY