૮મી માર્ચ આવે… જાય.. મોસમ બદલાય પણ….. નસીબ ના બદલાય, ૩૩% અનામત ક્યારે મળશે…..?

0
25

૮ મી માર્ચ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ૮ માર્ચે મહિલાઓનૂ મહત્વ, મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં આગળ વધી કે વધી રહી છે તેની ચર્ચા ચા ની સાથે અને સાજ પડતા ચર્ચા ખતમ ચાય ખતમ. આવનાર ૮ માર્ચ સુધી મહિલાઓની ભાગીદારી ની વાતો હવા હવાઈ. ચૂંટણીમાં મહિલાઓને લોભાવવાના ભારે પ્રયત્નો થશે પરંતુ જ્યારે કોઈ કહેશે કે ભાઈ, આ બધું તો ઠીક છે પરંતુ સંસદમાં ૩૩ ટકા અનામત ક્યારે મળશે…. તો જવાબ નહીં મળે. એવું નથી કે આને માટે ત્રણ તલાક ની જેમ કોઈ નવો કાયદો કે અધ્યાદેશ લાવવાનો છે. પંચાયત સ્તર ઉપર અને મનપા થી લઇને નગરપાલિકા સુધી મહિલાઓને માટે ૩૩ ટકા આરક્ષણ છે પરંતુ વિધાનસભા અને લોકસભામાં આજદિન સુધી મહિલાઓને અનામત મળા નથી આ માટેનો કાયદો સંસદમાં લાંબા સમયથી પડ્યો છે મૂળ કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો અને તેને પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવ્યો પરંતુ સંસદમાં અનામતને માટે આને સંસદમાં હજી સુધી મંજૂરી નથી મળી પાંચ વર્ષથી મોદી સરકારમાં આ કાયદો સંસદમાં પડ્યો છે કોંગ્રેસે આને સમર્થન દેવા માટે પણ કહ્યું જેથ્રી અધુરો કાયદો સંપૂર્ણ રીતે લાગુ થઈ જાય અને પાર્લામેન્ટમાં પણ પંચાયતની જેમ મહિલાઓની ગુંજ સાભળવા મળે.
આ સંખ્યામાં જાવામાં આવે તો અગાઉની ચૂંટણીઓમાં લગભગ ૬૬૮ મહિલા ઉમેદવારો ઉભી હતી તેમાંથી ફક્ત સેક્સ ૬૧ એટલે કે પૂરા દસ ટકા પણ જીતી ના શકી દેશની અડધી વસ્તી મહિલાઓની છે. ૧૩૫ કરોડ માંથી ૬૫ કરોડ મહિલાઓ છે. પરંતુ તેમનું રાજકિય ક્ષેત્રે યોગદાન કેટલું છે એ કહેવાની જરૂર નથી. આ ચૂંટણીમાં ૪૨. ૨% મહિલાઓ વોટ નાખશે તેમને જુદાજુદા વચન આપવામાં આવશે દક્ષિણના રાજ્યોમાં તો સોનાના મંગલસૂત્ર નો વાયદો કરવામાં આવે છે અને વાયદો કરવાવાળો પક્ષ સતામા આવતા વાયદો નિભાવે પણ છે ભા.જ.પા અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીમાં મહિલાઓને માટે તેમની સરકારે પાંચ વર્ષમાં ઉજ્વલા,સૌભાગ્યથી લઈને બધી યોજનાઓનો કેટલો ફાયદો મળ્યો તેની વિગતોની જાણ આપીને ફરીથી વોટ માગશે. પરંતુ સંસદમાં ૩૩% ભાગીદારીને લાગુ કરવાની વાત અને વચન પણ આપેતો મહિલાઓને સાચા અર્થમાં પોતાના ઉપર ગર્વ અનુભવશે. સંસદમાં બધા આ કાયદાને સહયોગ આપી રહ્યા છે ત્યારે ભા જ પા આને લાગુ કરવાથી એક પગલું પાછું હટે એ પણ ઠીક નથી.
૩૩% લાગુ થવાથી ભા.જ.પા -,કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ૩૩% જેમ ટિકિટ આપવી પડશે જે અત્યારે દસ ટકા પણ નથી જે દેશમાં અડધી વસ્તી મહિલાઓની હોય તેને સંસદમાં ૫૦ ટકા અનામત મળવી તો દૂર ૩૩ ટકાને માટે પણ તરસવુ પડી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓની પ્રશંસા કરવી કેટલી યોગ્ય કહેવાય…..? જ્યા સુધી સંસદમાં ૩૩ ટકા અનામત નહીં મળે ત્યા સુધી દેશમાં મહિલાઓની સમસ્યાઓને સંસદમાં જોઈએ તેટલું સ્થાન નહીં મળે.કોઈ શાયરે ખુબ સરસ કહ્યું છે કે ઓરતને મર્દો કો જન્મ દિયા મરદોઅને ઉસે બાજર દિયા….આવા બજારના વમળમા ફસાયેલી મહિલાઓને ત્યાંથી બહાર કાઢીને સંસદમાં બેસાડવી પડશે ફ્ વો સુબહા કભી તો આયેગી….. વો સુબહ કભી તો આયેગી…. આ શબ્દો ફક્ત પુસ્તકોમાં ન રાખતા સાચા અર્થમાં એ સવાર લાવવાને માટે બધાએ તેમને સાથ આપીને સંસદમાં ૩૩ ટકા લાગુ કરવાના સોગંદ લેવા પડશે..સોગંધ મુજે ઇસ મિટ્ટીકી મહિલાઓ કા સર ઝુકને ના દૂગા…યે કૌન લલકારેગા…..?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY