મુંબઈ,તા.૮
છેલ્લાં અમુક વર્ષોથી સલમાન ખાન પોતાની ફિલ્મો ઈદ પર જ રિલીઝ કરે છે. ઈદ પર સલમાનની ફિલ્મનો જ ઈજારો હોય છે અને સલમાનના ફેન્સ પણ મોટી સંખ્યામાં છે. જાકે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તહેવાર પર ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ છે, જેથી લોકો થિયેટરમાં વધુ આવે. આવતા વર્ષે ૨૦૨૦માં ભાઈજાનની ફિલ્મને બદલે અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થવાની છે. એક અંગેજી ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, અક્ષયે ઈદ પર પોતાની ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ કરવા માટે સલમાનને ફોન કરીને પૂછ્યું હતું. સલમાને પરવાનગી આપી ત્યારબાદ જ અક્ષયે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ ૨૦૨૦ની ઈદ પર રિલીઝ થવાની છે. જ્યારે આ વર્ષની ઈદ પર એટલે કે ૫ જૂન, ૨૦૧૯ના દિવસે સલમાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’ રિલીઝ થવાની છે.
આ મૂવી રોહિત શેટ્ટીની પોલીસ યુનિવર્સનું મૂવી છે. ફિલ્મ ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ અને’ સિમ્બા’ પછી સ્ટોરીનો ચોથો ભાગ હશે. ફિલ્મમાં અક્ષય વીર સૂર્યવંશીનો રોલ પ્લે કરશે જે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ચીફ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણનો કેમિયો પણ હશે એટલે આગળની ફિલ્મોના બન્ને ઓફિસર પણ અક્ષયની સાથે દેખાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



