અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં શું કર્યું, નવી વહુની જેમ થતાં ત્રાગાથી પ્રદેશ નેતાગીરી કંટાળી

0
8

ભાજપ અને કોંગ્રેસના હાલમાં જે સિનિયર નેતાઓ છે તેઓ હાલમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેમણે જીંદગીનો મોટો હિસ્સે ખર્ચી નાખ્યો હતો, પણ હાલમાં ભાજપ અને કોંગ્રેસની નવી નેતાગીરી આવી છે, તેમને તત્કાલ બધુ જ જાઈએ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉત્તમ ઉદાહરણ છે. રાજકારણમાં આવી હજી પા પા પગલી માંડી છે, ત્યાં મને કોઈ સાંભળતુ નથી, તેવા બહાના હેઠળ તેઓ ભાજપ અને કોંગ્રેસ બંન્ને સાથે જુદી જુદી રમત રમી ટુંકો ફાયદો શોધી રહ્યા છે. હજી ૨૦૧૭ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના ઉત્થાનના નામે સામાજીક આંદોલનની શરૂઆત કરી અને ઠાકોરોની ભીડ ભેગી કરી પોતાને જ્યાં જવું હતું અને જે જાઈતુ હતું તે મેળવી લીધુ છતાં હજી અલ્પેશ માની રહ્યા છે કે તેમને તેમની લાયકાત અને તાકાત કરતા ઓછું મળ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના એક અગ્રણીય બિલ્ડર અને આઈપીએસ અધિકારી જે અમિત શાહની ખુબ નજીકના છે તેમના સંપર્કમાં રહી ટીકીટની માગણી સહિત વિવિધ માગણી મુકી ભાજપમાં આવવાની તૈયારીઓ કરી હતી, પરંતુ અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર સાથે કામ કરી ચુકેલા અમિત શાહ સમજી ગયા કે, અલ્પેશને જા હમણાં આંગળી આપીએ તો તે કાંડુ પકડવાની વાત કરે છે. તેના કારણે અમિત શાહ તરફતી વાત પડતી મુકતા અલ્પેશને કોગ્રેસમાં જવું પડ્યું હતું. જા કે કોંગ્રેસ માની રહી હતી કે અલ્પેશ કદાવર નેતા છે અને તેના કારણે સત્તા મળતી હોય તો તેની વાત માનવામાં વાંધો નથી, જેના કારણે અલ્પેશની કેટલીક વાતો માની પણ લીધી.
ધારાસભ્ય થયા પછી અલ્પેશને અફસોસ થયો, કારણ કોંગ્રેસ સત્તા સુધી પહોંચી શકયુ નહીં. તેના કારણે ફરી અલ્પેશે ભાજપ સાથે ખાનગીમાં ચર્ચાઓ શરૂ કરી અને અમિત શાહનો સંપર્ક કર્યો, પણ અમિત શાહ પણ કાચા ખેલાડી નથી. તેમણે અલ્પેશને માપી લીધો હતો. અલ્પેશે શંકરસિંહ બાપુની સ્ટાઈલમાં કોંગ્રેસમાં અન્યાય થાય છે અને પ્રદેશના નેતાઓ સાંભળતા નથી તેવી ફરિયાદો કરી વારંવાર તેઓ ભાજપમાં જઈ રહ્યા છે તેવી હવા તેમણે જ પોતાના મળતીયા દ્વારા ઊભી કરી હતી. જો કે અલ્પેશ માને છે કે તેઓ ભાજપમાં જઈ રહ્યા છે તેવી વાત કોંગ્રેસના તેમના વિરોધી નેતાઓ વહેતી કરી રહ્યા છે. જો કે નવી પરણેલી વહુ ત્રાગા કરે તેવા ત્રાગાઓને કારણે પ્રદેશના નેતાઓ થાકી ગયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ફરી પોતાના સાથીઓ સાથે તેઓ ભાજપમાં જઈ રહ્યા છે તેવી વાતો ચોક્કસ માધ્યમો મારફતે વહેતી કરી હતી, જો કે જાહેરમાં તો તેઓ ભાજપમાં જવાના નથી તેવું જ કહ્યા કરે છે. બે દિવસમાં થઈ રહેલી અટકળને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે અલ્પેશને દિલ્હીને બોલાવ્યા હતા, અલ્પેશે ફરી રાહુલ ગાંધી સામે પોતાને થઈ રહેલા અન્યાયની યાદી રજુ કરી હતી. ગુજરાતમાં અલ્પેશ સતત તેઓ રાહુલની અત્યંત નજીકમાં છે અને રાહુલના વિશ્વાસુ છે તેવી છાપ ઉભી કરી રહ્યા છે. દિલ્હી ગયેલા અલ્પેશ અને રાહુલ વચ્ચે બેઠક પણ થઈ છે અને રાહુલે પાસે પોતાની કેટલીક માગણીઓ પણ માનવામાં આવશે તેવું આશ્વાસન લઈ લીધુ છે. આમ સુત્રો પ્રમાણે અલ્પેશને ભાજપ લેવા તૈયાર નથી, પણ તે ભાજપમાં જતા રહેશે તેવો ડર બતાડી કોંગ્રેસની માયકાંગલી નેતાગીરીને તેઓ બ્લેક મેઈલ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY