સામાન્ય ચૂંટણીઓમાં જુદા જુદા પક્ષો અને નેતાઓ પોતાની ડુગડુગી અને પોતાનો અવાજ જેમ મરજી આવે તેમ કહી રહ્યા છે. ક્યાંક કોઈએ ચૂંટણી અધિકારીને ધમકી આપી તો કોઈએ કહ્યું કે પ્રિયંકાનુ નાક તેની દાદી જેવુ છે. તો શું લોકો કોંગ્રેસને વોટ આપશે….! આ બધા શોરબકોરમાં યુપીના મુખ્યમંત્રી યોગીજીએ આતંકવાદને લઈને કોંગ્રેસને આડેહાથ લીધા બાદ કહી દીધું કે કોંગ્રેસ આતંકીઓને બિરયાની ખવડાવતી હતી. પરંતુ મોદીની સેનાએ આતંકીઓને ગોળી અને ગોળા ખવરાવ્યા છે. યોગી ફેરવી ફેરવીને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે ભારતની સેના મોદીની સેના છે….! યોગીજી તમે વ્યક્તિની ભક્તિમાં લીન છો. વડાપ્રધાનની કેટલા પણ વખાણ કરો પરંતુ તે પોતાની ખુરશી તમને આપવા વાળા નથી. યોગીજી તમે સારી રીતે જાણો છો કે દેશની સેના કોઈ વડાપ્રધાનની નથી હોતી, દેશની સેના સમગ્ર દેશને અને રાજકારણથી દૂર દેશવાસીઓની રક્ષાને માટે હોય છે. આ દેશની સેનુ મહેરબાની કરીને રાજનીતિકરણ ના કરો. નહીં તો જે હાલ પાકિસ્તાનના થયા છે એવાજ હાલ લોકશાહી દેશ ભારતના પણ થઈ શકે છે.
શ્રીમાન યોગીજી, દેશના ૧૩૦ કરોડ લોકો અનાજ ખાય છે નહીં કે લાલુ નો ઘાસચારો. આપના આ નિવેદનથી દેશને ઝટકો લાગ્યો છે. આપ એક જવાબદાર સી એમ છો અને દેશની સેનાને મોદીજીની પોતાની સેના બતાવી રહ્યા છો….? કાલે આપનો કોઈ મંત્રી કહી દેશે કે યુપી ની પોલીસ યોગીજી ની પોલીસ છે તો શું….? આ રીતે પંજાબમાં કોંગ્રેસ છે તો ત્યાંની પોલીસ કેપ્ટન અમરિદર સિહની થઈ ગઈ……? પોલીસ, સેના, રક્ષાદળ એક વ્યવસ્થા છે. તે કોઇની જાગીર નથી. તે ચૂટવામાં આવેલી સરકારના કાયદાકીય હુકમ માનવાને બંધાયેલી છે નહીં કે કોઈ વ્યક્તિના. યોગીજી તમે અને તમે જેની સેના બતાવી રહ્યા છો તેના જન્મ પહેલા ભારતની સેના કામ કરી રહી છે. સેનાનું તૃષ્ટિકરણ ના કરો સેનાને એક સીમા સુધી સીમિત રાખવામાં આવે. અગર સેનામાંથી કોઈને દિલ્હીની ગાદી પર બેસવાની લાલચ થઈ ગઈ તો શું થશે….? પૂર્વ સેના અધ્યક્ષ વી.કે.સિઘ ભા.જ.પામા આવ્યા અને મંત્રી પણ બન્યા. અસલમાં તો સેનાનો કોઈપણ અધિકારી નિવૃત્તિ પછી રાજકારણમાં નથી જતા. સિંઘે તો જે શરૂઆત કરી તે પણ દેશ અને લોકશાહી માટે સારું નથી.
યોગીજી તમે તમારા નેતાના વખાણ કરો. ખૂબ કરો. કોઈને કાઈ વાંધો નથી. એ તમારો અધિકાર છે. તેમની તુલના મોટા મોટા રાજા-મહારાજા અને શૂરવીરોની સાથે કરો, તેમને મારાણાપ્રતાપ કહો, છત્રપતિ શિવાજીરાવ કહો, મહારાજા રણજીતસિંહ કહો.કોઈને કોઈ પણ વાંધો નહીં હોય, પરંતુ ભારતની ૧૦ લાખ ની સેના મોદીજી ની સેના છે એવું કહીને સેનાની વર્દીને ભગવો રંગ ના ચઢાવો. સેના અને પોલીસ ને વર્દી એની એજ રહેવા દો. તમારા આ નિવેદનથી સેનાના લોકો વિચારશે કે શું આપણા સેનાપતિ મોદીજી છે…..? શું તેમની વાત નહિ માનીએ તો આપણને સજા આપશે…? એવા કેટલાય સવાલ તેમના દિમાગમાં આવી શકે છે. જોકે લોકશાહી માટે હાનીકારક છે. દેશની જનતા બધુ જાઇ રહી છે. બધાને કેસરી રંગથી રંગો પરંતુ દેશની ૧૩૦ કરોડ લોકોની સુરક્ષાને માટે સેનાને કેસરી રંગ થી દુરજ રાખો. ચૂંટણીઓ આજે છે કાલે નથી પરંતુ ભારતની સેના કાયમ છે. દેશના પ્રતિ વફાદાર સેનાની વફાદારીને કોઈ પોતાની તરફ ફેરવવાના પ્રયત્નો કરશે તો ભારત, ભારત નહીં રહે. યોગીજી જરા જોઈને બોલો બાજુના દેશ પાકિસ્તાનમાં વડાપ્રધાન કોણ છે અને દેશ કોણ ચલાવી રÌš છે. આ અગનખેલ છે આનાથી રમશો તો હાથ નહિ બળે તેની કોઈ ગેરંટી અમેરિકા પણ નહીં આપે….! શાંત ભગવાધારી યોગીજી શાંત…..!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





