આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડૉ.પ્રવિણ તોગડીયા ભરૂચ ખાતે આયોજીત સ્નેહમિલન સંમેલનમાં હાજર રહીને આર.આર.એસ તેમજ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા સત્તામાં રહેલા લોકોની બેદરકારીના કારણે રામમંદિરનું નિર્માણ ન થતું હોવાનું જણાવ્યું હતું.
પ્રથમ ડૉ.પ્રવિણ તોગડીયાએ કૃષ્ણનગર સ્થીત આવેલ ચંન્દ્ર મૌલેશ્વર મહાદેવની પૂજા કર્યા બાદ આંબેડકર ભવન ખાતે સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી.તેમણે આર.એસ. એસ.અને ભાજપ પર પ્રહારો કરતા રામ મંદિર માટેનો કાયદો બનાવીશું તેમ કહેતા હતા.પરંતુ હવે સત્તામાં આવ્યા બાદ કાયદો ભૂલીને કોર્ટની વાત કરી રહ્યા છે. અને ચૂંટણી પછી મસ્જીદ માં જઈ ને રહીમ રહીમ કરે છે. રામ મંદિરનું નિર્માણ સત્તામાં રહેલા લોકોની બેદરકારીના કારણે થતું ન હોવાનું પણ તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ.
વધુમાં તેમણે મીડીયા સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, આખા દેશમાં અબ તો હિન્દુ હી સરકાર લક્ષ્યને ધ્યાનમાં રાખીને એક લાખથી વધારે ગામોમાં દર ગુરૂવારે હિન્દુ હી આગે કેંન્દ્રએ ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં ૫૦૦ થી વધારે ગામોમાં પણ દર ગુરૂવારે હિન્દુ હી કેંન્દ્ર શરૂ કરાયા છે.
આ કેન્દ્રમાં દરેક પાસે એક મુઠ્ઠી અનાજ એકત્રીત કરી ૧૦-૧૦ કીલો અનાજની બેગ ગરીબોને આપીને કોઇ હિન્દુ ભુખ્યો ન રહે તેમજ મફત બ્લડ પ્રેસર અને હિમોગ્લોબિનની તપાસ કરી ને ગરીબને પ્રાઇવેટનો મફત ડોકટર, યુવાનોને રોજગાર,મહિલાને સુરક્ષા,સ્વાવલંબનની ટ્રેનીંગ, બાળકોને ટેલેન્ટ આગળ લઈ જવાનો પ્રયાસ, આ હિન્દુ હી આગે કેન્દ્ર ૫૧ લાખ હિન્દુ સાથી, દરેક ગામમાં ૧૦ અને શહેરના મતદાન મથકમાં ૨૫ આવા ૫૧ લાખ હિન્દુ સાથીઓની મદદથી અબ કી બાર હિન્દુ સરકાર આ દેશમાં ઉભી કરવાનો પ્રયાશ છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





