આ લોકસભા છે કે કોઈ બાગ બગીચો- આઝમખાને શું સમજી રાખ્યું છે….?!

0
209

કિસી ને ક્યાં ખૂબ કહા હૈ….. યે આખે દેખ કર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ….. ઔર એક ગીત યે ભી હૈ-યે રેશમી ઝુલ્ફે યે શરબતી આંખે ઈન્હે દેખકર જી રહે હૈ સભી…..! આ ગીત સાંભળવામા સુમધુર લાગે છે આ ગીત કોઈ ફૂલ બહાર નિખરેલા બાગ- બગીચામા સાંભળવામાં દિલને સારું લાગે છે. પરંતુ જ્યારે આ ગીતના કોઈ શબ્દને લઈને લોકશાહીના મંદિર સમાન લોકસભામાં કોઈ સાંસદ દ્વારા અધ્યક્ષ સ્થાન પર બીરાજમાન સિનિયર મહિલા સાંસદને સંભળાવે તો કેવું લાગશે…..? કાંઇક એવીજ હરકત કરી સમાજવાદી પાર્ટીના સિનિયર સાંસદ આઝમખાને. તેમણે અધ્યક્ષના સ્થાન ઉપર બિરાજમાન ભાજપના મહિલા સાંસદ રમા દેવી અંગે ગૃહમાં એવું કહ્યું કે-આપ મુજે ઇતની અચ્છી લગતી હો કે મેરા મન કરતા હૈ કી આપકી આંખો મેં આંખે ડાલ કર દેખતા રહું……! આઝમખાને ગૃહને શું કોઈ બાગ-બગીચો સમજી રાખ્યો છે કે શું…..? રમા દેવીને તેઓને કોઇ બગીચામાં બેઠેલા નજરે આવ્યા…..?
લોકસભા લોકશાહીમાં એક એવી જગ્યા છે કે જ્યાં દેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાના મત ક્ષત્રની સમસ્યાઓને લઈને આવે છે અને સંસદમાં રાખે છે જેથી સરકાર તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરે. આઝમખાન પણ આવાજ એક ચૂંટાયેલા સાંસદ છે અને તેમના મતક્ષેત્ર રામપુરની સમસ્યાઓ પણ હોઈ શકે છે. પરંતુ તેને સંસદમાં રાખવાને બદલે મજનુ બનીને મહિલા અધ્યક્ષ અંગે આ રીતની કોઇ ટપોરીની ભાષામાં અભદ્ર ટીપણી કરી તે કેટલું ઉચિત છે….?!
આઝમખાન પહેલીવાર ચુટાઈને લોકસભામાં નથી પહોંચ્યા તેઓ એક સિનિયર સાંસદ છે. તેમની પાર્ટીનીજ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા અંગે પણ આઝમખાને ઉલટી સુલટી વાતો કહી હતી. તે વખતે જયાપ્રદાએ આઝમ ખાનને જાણી જતા મહિલાઓને ચેતવી હતી કે તેમની આંખો એક્સ-રે જેવી છે. તેમનુ ચારીત્ર ઢીલુ છે અને તેઓ કંઈપણ કોઇના અંગે બોલી શકે છે. રમા દેવી અંગે ટિપ્પણી કરીને આઝમખાને જયાપ્રદાને સાચી ઠેરવી છે. અને એ પણ સાબિત કર્યું કે ચાહે ગમે તે થઈ જાય નહિ સુધરીએ…. ભલા માણસ સદનમાં કોઈ આવી વાત કરે છે શું…..? તેઓ સદનને શું સમજી બેઠા છે… સદનની કાર્યવાહી લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવે છે ત્યારે દેશના કરોડો લોકોએ તેમની અભદ્ર ટીપ્પણી સાંભળી હશે. જેમાં તેઓ કેવી કેવી રીતે બુઝર્ગ મહિલાની અભદ્ર મજાક ઉડાવી રહ્યા છે…. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ ઘટનાની પછી આવા આઝમખાન જેવા મનચલોને સંભાળવા પડશે. કેમકે આ રીતના આવા પ્રકારના ચારિત્ર વાળા લોકો ક્યાંય પણ ક્યારેય પણ કોઈના પણ અંગે બોલવામાં અચકાતા નથી….. આઝમખાને જોવું જોઈએ કે અભદ્ર ટીપ્પણીને માટે ગૃહમા રમાદેવીની અને ગૃહની માફી માંગવી જોઈએ. તેઓ સમજી લે કે આ સંસદ છે તેમના રામપુરનો બાગ બગીચો નથી. લાલ ટોપી સાવધાન સાથે અખિલેશ યાદવ પણ. નહીં તો જેવી રીતે માયાવતીને મોઢાની ખાવી પડી તેવી રીતે આઝમખાન પણ સમાજવાદી પાર્ટીની ટીકા કરવામાં કે કરાવવામાં જરા પણ સમય ગુમાવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY