અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સુપરબગ્સ બેક્ટેરિયા સૌથી વધુ ખતરનાક

0
51

એઇડ્‌સ અને એચઆઇવી કરતાં પણ સુપરબગ્સ જાનલેવા બેક્ટેરિયા છે
ન્યુ દિલ્હી,તા.૧૮
હાલમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરેલા એક સ્વાસ્થ્ય રિપોર્ટે ભારતમાં સ્વાસ્થ્ય યોજનાઓની પોલ ખોલી નાંખી છે. રિપોર્ટ મુજબ “સુપરબગ્સ” બેક્ટેરિયા ભારતમાં સૌથી વધારે મોતનું કારણ બની રહ્યો છે. બીજા દેશોની સરખામણીમાં ભારતમાં આ ખતરનાક બેક્ટેરિયા બેગણા લોકોનો ભોગ લઇ રહ્યો છે.
આ રિસર્ચ જાન્સ હોપકિન્સ યુનિવર્સિટીની સ્કુલ ઓફ મેડિસિન અને ધ સેન્ટર ફોર ડિસીસ ડાયનામિક્સ ઇકોનોમિક્સ એન્ડ પોલીસીએ સાથે મળીને કર્યો હતો. આ રિસર્ચ દરમિયાન ભારત દેશની ૧૦ મોટા હોસ્પિટલોને આવરી હતી, જેમાં દિલ્હીની ૪ હોસ્પિટલનો સમાવેશ થયો હતો.
સુપરબગ્સ એવા પ્રકારના બેક્ટેરિયા હોય છે, જેની પર દવાઓની કોઇ પણ પ્રકારની અસર થતી નથી. આ બેક્ટેરિયાને AIDS અને HIV કરતાં પણ ખતરનાક માનવામાં આવે છે. આ બેક્ટેરિયાના સંક્રમણમાં દરદીની નાનામાં નાની બીમારી પણ વકરી જાય છે. રિસર્ચ મુજબ, વર્ષ ૨૦૧૫ દરમિયાન સુપરબર્ગ બેક્ટેરિયાને કારણે ભારતમાં મૃ્‌ત્યુદર ૧૩ ટકા હતો. આ બીમારીમાં મોટેભાગે વૃદ્ધ લોકો સપડાય છે. વિશ્વના અન્ય વિકસિત દેશોની વાત કરીએ તો આ બેક્ટેરિયા થકી મૃત્યુદરની ટકાવારી ૨થી ૭ ટકા છે.
રિપોર્ટની માહિતી આપતા CDDEPના ફાઉન્ડર ડાયરેક્ટર રમનાન લક્ષ્મીનારાયણે જણાવ્યું કે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનો મૃત્યુદર ૧૭.૧ ટકા છે જયારે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો મૃત્યુદર ૧૦.૮ ટકા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY