રામ મંદિર નિર્માણ મુદ્દે કોર્ટમાંથી રસ્તો નહીં નિકળે
હરિદ્વાર,તા.૧૮
યોગગુરુ બાબા રામદેવે રામ મંદિરને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે મંદિર નિર્માણનો માર્ગ કોર્ટમાંથી નહીં નિકળે પરંતુ સંસદ થઈને નિકળશે. સ્વામી રામદેવે જણાવ્યું કે રામ મંદિર નિર્માણનો માર્ગ સંસદમાંથી જ ખુલશે.
હરિદ્વારમાં કોર્પોરેશનની યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા આવેલા બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખરા રામ ભક્ત ગણાવ્યા હતા. બાબા રામદેવ સાથે તેમના સહયોગી બાલકૃષ્ણ પણ હાજર હતા. બાબાએ જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે સંસદ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સંસદ અને કોર્ટ જા રામ મંદિર નિર્મામમાં નિષ્ફળ જશે તો દેશમાં વિદ્રોહ થઈ શકે છે.
અગાઉ વારાણસીમાં પણ રામદવે જણાવ્યું હતું કે રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાઈ શકે છે અને સામાજીક વૈમનસ્ય ઊભું થશે. બાબા રામદેવે જણાવ્યું હતું કે રામ મંદિરના મુદ્દે અત્યારે નહીં, તો ક્્યારેય નહીં જેવા વલણ સાથે કામ કરવું પડશે.
વારાણસીમાં બાબા રામદેવે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે મંદિરનો મુદ્દો સમજૂતિના તબક્કામાંથી નિકળી ગયો છે હવે સંસદમાં કાયદો લાવો અને મંદિરનું નિર્માણ બનાવવાની જાગવાઈ પર કામ કરવું પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



