મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમા ભાવનગર મહાનગરપાલિકા કક્ષા કલા મહાકુંભ-૨૦૧૮ નો પુર્ણાહુતિ સમારંભ યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે યોજાયો

0
28

ભાવનગર;શનિવાર; રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા કલા મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત તા. ૨૨ થી ૨૮ સુધી શહેરની વિવિધ શાળાઓમાં લોકન્રુત્ય, ગરબા, વાંસળી, ઓરગન સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી.

આજે આ કાર્યક્રમ નો પુર્ણાહુતિ સમારોહ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમા યોજાયો હતો.

આ પ્રસંગે માન. મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે આ પ્રકારના કાર્યક્રમો થકી કલાકારોને પ્રોત્સાહન મળતુ હોય છે તેમણે ભાવનગરને સંસ્કાર, શિક્ષણ અને કલાકારોની નગરી તરીકે ઓળખાવી હતી વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે સરદારનગર ખાતે વિશાળ ઓડીટોરીયમ સાકાર થયુ છે

આ પ્રસંગે માન. મંત્રીશ્રીના હસ્તે ચિત્રકાર અમુલ પરમાર, વિવિધ સ્પર્ધાઓના પહેલા, બીજા, ત્રીજા ક્રમના વિજેતાઓનું સન્માન કરાયુ હતુ.

આ કાર્યક્રમમા મેયરશ્રી  મનહરભાઈ મોરી, નાયબ મેયરશ્રી અશોક બારૈયા, સ્થાયી સમિતી ના અધ્યક્ષશ્રી યુવરાજસિંહ શાસકપક્ષના નેતાશ્રી પંડ્યા,નાયબ મ્યુ. કમિ.શ્રી એન. ડી. ગોવાણી સહિત વિધાર્થીઓ, શિક્ષકો સહિત આમંત્રિતો હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY