૨૦૧૭માં રૂપાલી સિનેમા પાસે પોલીસે ચાર સગીરા પાસે ભીખ મંગાવવાની પ્રવૃતિમાં મહિલાને ઝડપી હતી બાળકીઓને ભીખ મંગાવતી મહિલા સામે એક વર્ષ બાદ કાર્યવાહી..!!

0
13

અમદાવાદ,તા.૩
ઓગસ્ટ-ર૦૧૭માં લાલદરવાજા વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે ટ્રાફિક મહિલા પીએસઆઇએ એક મહિલાને ચાર સગીરા પાસે ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરતાં ઝડપી હતી. આ મામલે રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા ઘટનાના મામલે સ્પષ્ટતા માગવામાં આવી હતી, જેમાં ટ્રાફિક એસીપીને તપાસ સોંપાતાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સગીરા પાસે ભીખ મંગાવવા જેવી ગંભીર પ્રવૃત્તિ મામલે મહિલા વિરુદ્ધ જે તે સમયે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇ અને કારંજ પોલીસ સ્ટેશનના પીએસઓએ કોઇ પણ પ્રકારની મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી.
બંને પોલીસકર્મીઓને આ મામલે નોટિસ પાઠવી હતી. આરોપી મહિલા સામે કાર્યવાહી કરવા માટે એક વર્ષ બે મહિના બાદ કારંજ પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવા જણાવાતાં ગઇ કાલે આરોપી મહિલા વિરુદ્ધ બાળકો પાસે ભીખ મંગાવવા બાબતનો ગુનો કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
આ અંગેની વિગત એવી છે કે હાલમાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેબૂબભાઇ ઇબ્રાહીમભાઇ અગાઉ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા.
ચાર સગીર બાળકીઓ પાસે ભીખ મંગાવવા જેવી ગંભીર પ્રવૃત્તિ કરાવાઇ હતી અને જે તે સમયે એક જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીએ આરોપી મહિલા સામે કોઇ પ્રકારની કાયદેસરની કાર્યવાહી નહીં કરી બેદરકારી દર્શાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસમાં અધિકારી-કર્મચારી દ્વારા ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છતાં માત્ર તેઓને કારણદર્શક નોટિસ અપાઇ હતી.
કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એફ. એમ. નાયબે જણાવ્યું કે, ”જે તે સમયે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇએ આરોપીને ચાર સગીરા સાથે ઝડપી હતી અને ખાતાકીય તપાસ બાદ મોડેથી ફરિયાદ નોંધાવાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY