ન્યુ દિલ્હી,તા.૩
સ્વીડનની ટેલીકોમ ઇકિવપમેન્ટ કંપની એરિક્સને રિલાયન્સ કોમ્યૂનિકેશન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજા ખખડાવ્યો છે. કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માંગણી કરી હતી કે દેવુ ભરપાઇ ન કરે ત્યાં સુધી રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી અને કંપનીના બે મોટા અધિકારીઓની દેશની બહાર જવા પર અંકુશ લગાવે. એરિક્સને આરોપ મુક્યો છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન ૩૦ સપ્ટેમ્બર સુધી કંપનીના લેણાપેટે ૫૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરશે પરંતુ રિલાયન્સે તે ચુકવણી કરી નહતી.
બીજી તરફ રિલાયન્સ કોમ્યુનિકેશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેવાની ભરપાઇ માટે ૬૦ દિવસનો સમય માંગ્યો હતો. એક સમયની દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન હાલમાં ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલી છે.
વર્ષ ૨૦૧૪માં આરકોમએ સ્વીડન કંપની એરિક્સન સાથે દેશભરમાં ટાવર મેન્ટેનેન્સ માટે સાત વર્ષનો કરાર કર્યો હતો. પરંતુ બિઝનેસ ધીમે-ધીમે ઢપ થતાં આરકોમ દેવામાં ધસતી ગઇ. આ કરાર હેઠળ એરિક્સનનું આરકોમ પર ૯૭૮ કરોડનું લેણું હતું જે વધીને ૧૬૦૦ કરોડ સુધી પહોચ્યું હતું. લેણાંની રકસ વસૂલવા માટે એરિક્સન નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મામલો ખેંચી ગઇ હતી જેની સામે રિલાયન્સ કોમ્યુનિકેશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેવાની ચુકવણી માટે પોતાની સંપત્તિ વેચવાની
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





