સિંધિયા સાચુ બોલ્યા,રાજ્યમાં ખેડૂતોનું ૫૦ હજાર સુધીનું દેવુ માફ કરાયું

0
7

ભોપાલ,તા.૧૨
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યમાં ખેડૂતોની દેવા માફી અંગે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આ મામલે સીએમ કમલનાથે જણાવ્યુ કે, જ્યોતિરાદિત્ય સિંધિયા સાચુ બોલી રહ્યા છે. રાજ્યમાં ખેડૂતોનું ૫૦ હજાર રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસે બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે.
તેને પૂરી કરવા માટે સરકાર કામ કરી રહી છે. એમપીની જનતા કોંગ્રેસ પર વિશ્વાસ રાખે સરકાર ખેડૂતોનું દેવું માફ કરવા માટે બંધાયેલી છે. કમલનાથે એ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યુ હતુ કે, એમપીની કોંગ્રેસ સરકારે ખેડૂતોનું દેવું યોગ્ય રીતે માફ નથી કર્યુ.
અત્યાર સુધીમાં કમલનાથ સરકારે ૫૦ હજાર સુધીનું દેવું માફ કર્યુ છે. જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની વાત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. જેથી કમલનાથની સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની દિશામાં કામ કરવુ જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY