સિહોર ભાવનગર સહિત જિલ્લા અને દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ ઈદ

0
15

 

PM મોદી અને રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

સિહોર ભાવનગર સહિત દેશભરમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી છે. ઈદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્રમોદી અને
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદ પહેલા શુક્રવારે ઉજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે આજે શનિવારે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ‘નયા ચાંદ’ શુક્રવારે સાંજે લગભગ 7.35 વાગે જોવા મળ્યો હતો જેને લઈ આજે સિહોર ભાવનગર સહિત રાજ્ય અને દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહપૂર્વક
ઉજવણી કરવામાં આવી હતી ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરી નવા વસ્ત્રોમાં સજ્જ થઇને એકબીજાને ઘરે જઇને એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી મહેમાનોનું સ્વાગત ‘શિર-કુર્મા’ થી કરવામાં આવ્યું હતુ પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લીન થયા હતા ‘ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશ આપે છે. આ દિવસે ગરીબ હોય કે ધનવાન તેઓ તમામ ભેદભાવને ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામના પાછવે છે.

PM મોદીએ કરી ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરીને દેશના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટ્વિટમાં લખ્યું, “આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઇને આવે.”

કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું..
ઈદના આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ઈશ્વર તમામને શાંતિ, ખુશીઓ, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે.

શિહોર સલીમભાઈ બરફવાળા 9898656859 તસ્વીર હરેશ પવાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY