બોલો…બિહારમાં કલેક્ટરની પત્ની પતિ-સાસરિયા સામે જ ધરણાં પર બેઠી!!

0
22

જમુઈ,તા.૨૨
બિહારમાં જમુઈ જિલ્લાના કલેક્ટરની પત્ની પોતાના પતિ અને સાસરિયાઓ સામે ધરણા પર બેસતા આખુ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
જમુઈના કલેક્ટર ધર્મેન્દ્ર કુમાર અને તેમની પત્ની વત્સલા સિંહ વચ્ચે કેટલાક સમયથી લગ્ન જીવનમાં ખટરાગ ચાલી રહ્યો છે.૨૦૧૫માં તેમના લગ્ન થયા હતા.તે પોતાની માતા સાથે હાલમાં રહે છે. જાકે ગઈકાલે તે જમુઈ આવી હતી અને ધમેન્દ્ર કુમારના ઘરમાં જતી હતી ત્યારે સુરક્ષા કર્મીઓએ તેને રોકી હતી.
વત્સલા બંગલાની બહાર જ ધરણા પર બેઠી હતી.જાકે ૨૪ કલાકના ડ્રામા બાદ પોલીસે તેને ધરણા પરથી હટાવી હતી પણ વત્સલા સિંહે આરોપ મુક્યો છે કે સાસરિયા હંમેશા મારા પતિનો પક્ષ લેતા હતા અને મારા પર આરોપ મુકતા હતા કે હું ટુંકા કપડા પહેરું છે અને અંગ્રેજીમાં વાતો કરુ છું.
ધર્મેન્દ્ર કુમારે છુટાછેડા માટે પટણા કોર્ટમાં અરજી પણ કરી છે.જાકે વત્સલાનુ કહેવુ છે આ અંગે મને કોઈ જાણકારી નથી.ધર્મેન્દ્ર કુમારનુ કહેવુ છે કે આ મામલો કોર્ટમાં હોવાથી મારે કોઈ વાત કરવી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY