૨૭ નવેમ્બરે ‘બરોડા મૂન’ની હરાજી, ગાયકવાડ પરિવાર સાથે હતું કનેક્શન

0
10

હોંગકોંગ,તા.૨૨
ભારત અને હોલિવૂડની શાન રહેલા બરોડાના ચંદ્ર તરીકે જે પ્રખ્યાત છે તે ૨૪ કેરેટનો હીરો હોંગકોંગમાં ૨૭ નવેમ્બરના રોજ હરાજીમાં મૂકાશે. પીળા રંગનો અને નાસપતિના આકારનો આ હીરો ૧૫મી સદી દરમિયાન વડોદરામાં રાજ કરતા ગાયકવાડ પરિવાર પાસે હતો. ગાયકવાડ ભારતના સૌથી જૂના અને સંપન્ન શાહી પરિવારોમાંથી એક છે.
કેટલીક સદીઓ સુધી ગાયબ રહ્યાં બાદ ૧૯૨૬માં આ હીરો ફરી સામે આવ્યો ત્યારે પ્રિન્સ રામચંદ્ર તેને અમેરિકા લઈ ગયા હતાં. ૧૯૪૩માં લોસ એન્જલસમાં થયેલા ઈસ્ટર ફેશન ફેસ્ટિવલમાં આ અનોખા હીરાનું એક્ઝિબિશન પણ લગાવવામાં આવ્યું હતું.
૧૯૫૦ સુધીમાં આ હીરો માયર આભૂષણ કંપનીના માલિક માયર રોઝેનબાઉમ પાસે હતો. આ દરમિયાન બરોડાના ચંદ્રને ખુબ પ્રસિદ્ધિ પણ મળી. હોલિવૂડની મશહૂર અભિનેત્રી અને ગાયિકા મર્લિન મનરોએ આ હીરો પહેરીને પોતાનું પ્રસિદ્ધ ગીત ડાયમન્ડ આર એ ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ પણ ગાયુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY