ચકચારી બિટકોઇન પ્રકરણની તપાસમાં હવે ઇડીએ પણ ઝંપલાવ્યું

0
9

અમદાવાદ,તા.૧૧
બિટકોઇન તોડ પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે ચાર્જશીટ રજૂ કર્યા બાદ હવે આ મામલે ઇડીએ પણ તપાસ શરૂ કરી છે. ઇડીએ વિવિધ દસ્તાવેજ સીઆઇડી પાસેથી મેળવી લીધા છે. જેનો અભ્યાસ અધિકારીઓ કરી રહ્યાં છે. આ મામલે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોધવાની કાર્યવાહી ઇડી હાથ ધરે તેવી શક્યતા છે.
બીજી તરફ, શૈલેષ ભટ્ટે વર્ષ ૨૦૦૩માં મુંબઇના વેપારી સાથે રૂ.૧.૪૦ કરોડની ઠગાઇ આચરી હતી અને તે કેસમાં સીઆઇડી ક્રાઇમે આરોપી શૈલેષ સહિત સાતના વોરંટ મેળવ્યા છે. ૨૦૦૩ નો કેસ મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આરોપીઓ હાજર ન થતા તેમના વોરંટ ઇસ્યૂ કરવામાં આવી રહ્યાં છે. બિટકોઇન પ્રકરણમાં પહેલી ફરિયાદ બાદ નવા નવા ખુવાસા થયા હતા. ત્યારબાદ આ મામલે સુરતમાં પણ એક ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં બિટકોઇનની હેરફેર પ્રકરણમાં હવાલા કૌભાંડ પણ હોવાની ઇડીએ પણ ઝંપલાયું હતું. સીબીઆઇએ ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઇડીએ તાજેતરમાં જ બિટકોઇન પ્રકરણના વિવિધ દસ્તાવેજ સીઆઇડી ક્રાઇમ પાસેથી મેળ્યા છે. જેનો અભ્યાસ અધિકારીઓ કરી રહ્યા છે. જેમાં કેટલાક હવાલા રેકેટ પણ બહાર આવ્યા છે. જેથી હવે ઇડી આ મામલે સત્તાવાર રીતે થોડા જ સમયમાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરે તેવી શકયતા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.

🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY