
મહિલાના પતિએ હત્યા કર્યાનો ઈન્કાર કર્યો
સુરત,તા.૧૧
સુરતમાં કતારગામ ખાતે આવેલા રણછોડનગરમાં ગુરુવારે થયેલી હત્યામાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મહિલાની હત્યામાં તેનો પતિ જ હત્યારો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન પતિના પિતરાઇએ પોતાનો ગૂનો કબૂલ કરી લીધો છે. જોકે, મહિલાનો પતિ મનોજ ચોટલિયા હજી હત્યા કર્યાનો ઇન્કાર કરી રહ્યો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ૨૮ વર્ષીય મહિલાની પતિએ જ તેના પિતરાઇ સાથે મળીને બાળકીની હાજરીમાં તેની માતાની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં અનૈતિક સંબંધને લઈને રિયા અને મનોજ (પતિ-પત્ની) વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. મનોજ બપોરે જમવા આવ્યો ત્યારે તેને પોતાની પત્નીની હત્યા કરી હતી. બાદમાં તે ઘરેથી નાસી છૂટ્યો હતો. મનોજે તેની પત્ની રિયાને ગળેફાંસો આપ્યો હતો જ્યારે તેના પિતરાઇએ તેનું મોઢું પકડી રાખ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગુરુવારે સુરત શહેરમાં લૂંટના ઇરાદે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં એવી માહિતી સામે આવી હતી કે કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને તેનું ગળું દબાવી દીધું હતું. મહિલાના મોત બાદ તેની બે વર્ષની દીકરીએ માતાની મમતા ગુમાવી દીધી હતી. આ કેસમાં પોલીસ ઘરકંકાસના પાસાને ધ્યાનમાં રાખીને ઘરના જ કોઈ સભ્યએ હત્યા નથી કરીને તે દિશામાં તપાસ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




