ભાજપ સોશિયલ મિડિયા કન્વીનરે જન્મજ્યંતિની જગ્યાએ પૂણ્યતિથિ સમજી ટિવટ કરતા ટ્રોલ થયા

0
13

અમદાવાદ,તા.૨
આજે પૂજય બાપુ મહાત્મા ગાંધીની જન્મજયંતીની સાથે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતીના ભાગરૂપે સોશિયલ મીડિયા પર બધા ભાવાંજલિ પાઠવી રહ્યાં છે. ત્યારે આજના દિવસે ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સોશિયલ મીડિયા કન્વીનર પંકજ શુકલાએ લાલબહાદુર શાસ્ત્રીને જન્મજયંતીની જગ્યાએ પુણ્યતિથિ સમજીટિવટ કરી તો તરત જ ટ્રોલ થવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાંની સાથે જ પંકજ શુકલાને તેમની ભૂલ સમજાતા પુણ્યતિથિ વાળી ટિવટ ડિલીટ કરીને નવેસરથી જન્મજયંતીવાળીટિવટ કરી. જા કે તેઓ આ પ્રોસેસ કરે ત્યાં સુધીમાં તો સોશિયલ મીડિયા પર તેમની આટિવટના ફોટો ફરતાં થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો ૨ આૅક્ટોબર, ૧૯૦૪ના રોજ ઉત્તરપ્રદેશમાં જન્મ થયો હતો. જ્યારે ૧૧મી જાન્યુઆરી ૧૯૬૬ના રોજ તેમનું મૃત્યુ ‘તાશકંદ’ ઉઝ્બેકિસ્તાનમાં થયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY