બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકનું મોત,અંદર જ કરાઈ અંતિમવિધિ

0
13

હિંમતનગર,તા.૨
હિંમતનગરમાં બોરવેલમાં ફસાયેલ બાળકનું ૧૨ કલાકની જહેમત બાદ મોત નિપજ્યુ છે. ૨૦૦ ફુટ ઉંડા બોરવેલમાં પડેલા બાળકને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ઓકિશજન પણ પહોંચાડવામા આવી રહ્યો હતો છતાં બાળક મોત સામે હારી ગયું હતો. જા કે બાળકને ૭૦ ફૂટ ઊંડે ગરકાવ થઇ જતા બચાવ કાર્યમાં પણ તકલીફો પડી હતી પણ પ્રયત્નો નિષ્ફળ જતા બાળકનું બોરવેલમાં મોત થયુ હતુ, હવે પરિવારની સહમતીથી બાળકને બોરવેલમાં જ દફનાવવાનો નિર્ણય લેવાયો હતો. સોમવાર રાતથી જ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ખેતરમાં રમતું ૧ વર્ષનું બાળક ૨૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઇ ગયું હતું. ઇલોલ મહેરપુરા રોડ પાસે ખેતમજૂરી કામ કરી રહેલા મજૂરનું બાળક ૨૦૦ ફુટ ઉંડા બોરવેલમાં ખાબકતા ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. બાળકને રેસકર્યુ કરવાના પ્રયાસો શરુ કર્યા હતા. ત્યારે આ બાળકને બચાવવા માટે હિમતનગર સહીત અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી ગઈ હતી પરંતુ બાળકને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. અંત પરિવારની સમિતિથી બાળકને બરોવેલમાં દફનાવવાનો નિર્ણય લેવાયો છે.
ઇલોલ ગામે ખેતરમાં રહેતા આદિવાસી પરિવારનો ૧ વર્ષીય બાળક રાહુલ રમતા રમતા ખુલ્લા બોરવેલમાં ગરકાવ થઇ ગયો. આદિવાસી પરિવારનોઆ બાળક બોરવેલમાં ગરકાવ થયુ. ત્યારે હિમતનગર ફાયર બ્રિગેડ સહીત ડિજાસ્ટર વિભાગની ટીમોએ રેસક્યું હાથ ધર્યું. ૧૦૮ની ટીમ બોલાવીને રાહુલુને પાઇપાલઇન દ્વારા ઓકિસજનન સપ્લાય ચાલુ કરાયો હતો. ઉપરાંત કેમેરા ઉતારીને બાળકની હલનચલન પર પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
પરંતુ સંઘર્ષ સામે રાહુલની જીંદગી હારી ગઇ છે અને બોરવેલમાં જ રાહુલનુ મોત થયુ છે. આખરે પરિવારે તેને બોરવેલમાં જ અંતિમવિધિ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY