નરોડામાં રેલ્વે ક્રોસિંગ પાસે ૨૦૦ના ટોળાનો પોલીસ પર પથ્થરમારો

0
8

જૂનાગઢ,તા.૨
નરોડા રોડ પર ઓમનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલા વિજય મિલ હેલ્થ ક્વાર્ટર્સના ર૦૦ જેટલા લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના ગત મોડી રાતે બની હતી. ક્વાર્ટર્સમાં રહેતા એક શખ્સને બે અજાણ્યા માણસોએ માર માર્યો હતો, જે મામલે શહેરકોટડા પોલીસની પીસીઆર વાન ત્યાં ગઈ હતી.
પોલીસે ઈજાગ્રસ્તને દવાખાને લઇ જઈ ફરિયાદ આપવાનું કહેતાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. કવાર્ટર્સની તમામ લાઈટ બંધ કરી ટોળાએ ધાબા અને બાલ્કનીમાંથી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા પોલીસે નવ જેટલા ટિયરગેસના શેલ છોડી હળવો લાઠીચાર્જ કર્યો હતો. શહેરકોટડા પોલીસે ર૦ આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ શહેરકોટડા પોલીસને મેસેજ મળ્યો હતો કે નરોડા રોડ પર ઓમનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલા વિજય મિલ હેલ્થ ક્વાર્ટર્સમાં રહેતા બાબુભાઇ સોલંકી નામના શખ્સને રેલવે ક્રોસિંગ બે અજાણ્યા ઈસમોએ ઝઘડો કરી માર માર્યો છે, જેથી પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી.
હાજર પોલીસકર્મીઓએ ઇજાગ્રસ્તને સૌ પહેલાં દવાખાને લઇ જઈ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈ કારણસર ક્વાર્ટર્સમાં રહેતા ૧૦૦થી ર૦૦ લોકોના ટોળા ત્યાં ભેગા થઇ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ટોળું બેકાબૂ બનતાં વધારે પોલીસફોર્સ બોલાવવી પડી હતી. ઘટના અંગે શહેરકોટડા પીઆઈ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવવામાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY