રાણપુર પોલીસની જુગારીઓ ઉપર લાલ આંખ

0
24

રાણપુરના ખોખરનેશ ગામે જુગાર રમતા સાત શખ્સોની રૂપિયા 83640 હજાર ના મુદ્દામાલ સાથે ધરપકડ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે આજે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ રાણપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન રાણપુર પોલીસ ને બાતમી મળી કે ખોખરનેશ ગામે જેજરીયા ફળીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો તીનપત્તી નો જુગાર રમી રહ્યા છે ત્યારે બાતમીવાળી જગ્યાએ રાણપુર પોલીસે રેડ કરતા સાત શખ્સો તીનપત્તીનો જુગાર રમતા પોલીસ ના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં.(1)કરણસિંહ ભીખુભાઈ પરમાર રહે.ખોખરનેશ(2)હસમુખભાઈ લક્ષમણભાઈ કેરવાડીયા રહે.ખોખરનેશ(3)વહાણભાઈ ભગવાનભાઈ કેરવાડીયા રહે.ગલસાણા.તા.ધંધુકા(4)ઘનશ્યામભાઈ દેવજીભાઈ કેરવાડીયા રહે.ખોખરનેશ(5)પ્રવિણભાઈ ભીમજીભાઈ કેરવાડીયા રહે.બોટાદ(6)વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ દેવજીભાઈ લીંબડીયા રહે.ખોખરનેશ(7)મુકેશભાઈ બાબુભાઈ જેજરીયા રહે.ખોખરનેશ આ તમામ શખ્સો ખોખરનેશ ગામે જાહેરમાં તીનત્તીનો હારજીત નો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ જતા તેમની પાસેથી રોકડા રૂપિયા 28,640,મોબાઈલ ફોન નં-8 જેની કીંમત રૂપિયા 20,000,મોટરસાઈકલ નં-2 જેની કીંમત રૂપિયા 35,000 હજાર કુલ મળી રૂપિયા 83,640 ના મુદ્દામાલ સાથે સાત શખ્સો ની ધરપકડ કરી રાણપુર પોલીસ સ્ટેશન ને લાવી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હેડ.કો- આઇ.એ.કથીરી.કરી રહ્યા છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY