સબરીમાલા અરજી પર છઠ્ઠીએ સુપ્રીમમાં સુનાવણી

0
7

ન્યુ દિલ્હી,તા.૧
કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવાને લગતા સુપ્રીમ કાર્ટના ચુકાદાની સમીક્ષાની માગણી કરતી અરજીની સુનાવણી પાંચ ન્યાયાધીશની બનેલી સુપ્રીમ કાર્ટની બંધારણીય ખંડપીઠ છઠ્ઠી ફેબ્રુઆરીએ કરશે.
સુપ્રીમ કાર્ટની વૅબસાઈટ પર અપલાડ કરવામાં આવેલી નાટિસમાં જણાવ્યાનુસાર સર્વોચ્ચ ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયાધીશ આર. એફ. નરિમાન, એ.એમ. ખાનવિલકર, ડી.વાય. ચંદ્રચૂડ અને ઇન્દુ મલ્હોત્રાની બનેલી બંધારણીય ખંડપીઠ આ અરજીની સુનાવણી કરશે.
તત્કાલિન સર્વોચ્ચ ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે ગયા વર્ષની ૨૮ સપ્ટેમ્બરે ૪-૧ મતથી આપેલા ચુકાદાએ તમામ વયજૂથની મહિલાઓ માટે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો માર્ગ મોકળો કરી દીધો હતો.
ગયા વર્ષની ૧૩ નવેમ્બરે સુપ્રીમ કાર્ટે ચુકાદાની સમીક્ષાની માગણી કરતી અરજીની સુનાવણી આ વર્ષના જાન્યુઆરીમાં ખુલ્લી અદાલતમાં કરવા સહમતી દર્શાવી હતી પરંતુ, ચુકાદા પર સ્ટે આપવાનું નકારી કાઢ્યું હતું. જાકે, ખંડપીઠના ન્યાયાધીશોમાંનાં એક ઈન્દુ મલ્હોત્રા તબીબી રજા પર હોવાને કારણે ૩૦ જાન્યુઆરી સુધી તેઓ આ અરજીની સુનાવણી નહીં કરી શકે એમ સુપ્રીમ કાર્ટે ૨૨ જાન્યુઆરીએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY