રૂ.૮૪ લાખનાં મુદ્દામાલ સાથે કોલ સેન્ટર ઝડપાયું, એકની ધરપકડ

0
14

અમદાવાદ,તા.૨૧
ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. મેઘાણીનગર પોલીસે ઘરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને એક યુવકની ધરપકડ કરી છે. યુવક તેના જ ઘરમાં કોલ સેન્ટર ચલાવતો હતો અને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે ત્યારે તેના ઘરમાં ૮૪ લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આ રોક્ડ રકમ કોલ સેન્ટરની હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોવોડમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા વી.એસ.સિંધવ અને તેમની ટીમને બાતમી મળી હતી કે બંગલા એરીયામાં આવેલ સ્વામી ટેઉરામ સોસાયટીમાં રહેતા દીપેશ રાધાણી પોતાના ઘરમાં ગેરકાયદે કોલ સેન્ટર ઊભું કરીને વિદેશી નાગરીકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી રહ્યો છે. બાતમીના આધારે પીએસઆઇ તેમજ તેમની ટીમે સ્વામી ટેઉરામ સોસાયટીમાં મોડીરાતે દરોડા પાડ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી ૮૪ લાખ રૂપિયા રોક્ડા પણ જપ્ત કર્યા છે. વિદેશી નાગરિકોને લોન આપવાનું તેમજ અલગ અલગ સ્કીમો બતાવીને દીપેશ છેતરતો હતો. મેઘાણીનગર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર દીપેશ પહેલાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો અને ત્યારબાદ તેણે પોતાના ઘરેથી કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
મેઘાણીનગરમાં પહેલી વખત પોલીસે કોલ સેન્ટર સાથે ૮૪ લાખ રૂપિયા રોક્ડા જપ્ત કર્યા છે. પોલીસનું માનવું છે કે વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરીને આ રૂપિયા દીપેશે ભેગા કર્યા છે. પોલીસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે આ સિવાય આટલી માતબર રકમ તેની પાસે કિયાથી આવી અને તે કોની પાસે રૂપિયાના હવાલા પડાવે છે તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY