ભ્રષ્ટાચાર ની ને ખુલ્લો પાડતા ગામના ઉપસરપંચ વિષ્ણુભાઈ દલવાડી*
મોરબી :હળવદ તાલુકા ના મયુરનગર ગામે તાજેતર માં પ્રોજેક્ટર ઈમ્લીશન યુનિટ નું નવું બિલ્ડીંગ બનાવવા ના કામ ની કમ્પાઉન્ડ વોલ ની દીવાલો માં એક એક તાડા પડી જતા એ દીવાલ ને કોન્ટ્રકટર દ્વ્રારા જાતેજ તોડી પડાતા ગામ લોકો તરેહ તરેહ ની શંકા આ કામ ની ગુણવત્તા બાબતે ચિંતા વ્યક્ત કરી છે, ગામ ના ઉપ સરપંચે વિષ્ણુભાઈ હસુભાઈ દલવાડી એ આ કામ માં મોટા પાયે ગેર રીતિઓ અને ભ્રષ્ટાચાર થયો હોવા ના આક્ષેપ કરયો છે, જણાવ્યુ કેઆશરે રૂપિયા ૮૦ લાખ ના ખર્ચે મયુરનગર ગામ ના લોકો ની આરોગ્ય ની સુવિધા ઓ માટે હાથ ધરાયેલ આ કામ ને અટકાવવા ની ફરજ પડી હતી,
મયુરનગર ગામે તાજેતર માં પ્રોજેક્ટર ઈમ્લીશન યુનિટ ની નવી ઇમારત અત્યારે બની રહી છે તેના બાંધકામમાં લોલમલોલ ચાલતુ હોવાની વ્યાપકફરીયાદ ઉઠવા પામી છે,તેને આ ગામના સ્થાનિક યુવાનોઓ કોય પણ ભોગે ભ્રષ્ટાચાર બિલકુલ નહી ચલાવી લેવાય એમ જણાવ્યું હતું સ્થાનિક યુવાનો એ જાતે જ આ બાંધકામ ની તપાસ અને પરીક્ષણ કરીને બોગસ બાંધકામ થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પ્રોજેક્ટર ઈમ્લીશન યુનિટ ના ઉચકક્ષા ના અધિકારીઓ નો એ સંપર્ક કરતા કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. અને હાલ તહેવારો ની મોસમ બાદ આ કામ ની તપાસ કરીશું એવું ઠંડું આશ્વાસન દિશા નિર્દેશ સમિતિ ને આપ્યું હતું
મયુરનગર ગામ મોરબી ના હળવદ તાલુકા માં આવેલું છે. ગામડા માં એક નવી હોસ્પિટલની ઈમારત ના બાંધકામ માં પણ જો આવી લોલમલોલ હોય ત્યારે એવો સવાલ અવશ્ય ઉઠે કે મોટા કામમાં ભ્રષ્ટાચાર કેવડો હશે? તેવુ લોકો માં ચર્ચાય રહયુ છે,
મયુર રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



