સુરતમાં વીયર કમ કોઝવે પાસે કાલ અને બુધવારે છઠ પૂજાની ભવ્યાતિભવ્ય ઉજવણી સુરતમાં વસતા બિહાર, ઝારખંડ તથા પૂર્વોત્તર પ્રદેશના લોકો નદી તટ સહિતના જળાશયો પર સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરશે

0
25

સુરત, તા.૧૨
પ્રકાશ પર્વ દિવાળીના છઠા દિવસે ધૂમધામથી ઉજવવામાં આવતો સૂર્ય ઉપાસનાનો તહેવારની શરૂઆત થઈ રહી છે. આ તહેવાર બિહાર, ઝારખંડ, પૂર્વ પ્રદેશના હિન્દુઅોનો એકમાત્ર તહેવાર છે. જેમાં પહેલા અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. તા.૧૩-૧૧-૨૦૧૮ મંગળવારના રોજ સાંજે અસ્ત થતા આદિત્ય (સૂર્ય)ને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે. જ્યારે બુધવારે સવારે સૂર્યોદયને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે.
સુરત મહાનગરમાં બિહાર વિકાસ મંડળના સહકારથી વિયર કમ કોઝવે અત્રે તાપી નદી પર ઝગમગાટ કરતી રોશનીથી ભવ્ય મંચ તથા સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે છઠ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. મહાનગરમાં આવી વસેલા બિહાર, ઝારખંડ, પૂર્વોત્તર ઉત્તર પ્રદેશના લોકોને તહેવાર નિમિત્તે એક કરવા માટે સતત ૨૬ વર્ષથી બિહાર વિકાસ મંડળના પ્રતિનિધિ પ્રભુનાથ પ્રસાદ યાદવ, બાકે બિહારી સિંહ, કૃષ્ણ ચૌરસીયા, નંદકુમાર પંડિત, મનોજ યાદવ, બલેશ ગુપ્તા, રાજદેવ યાદવ, સુરેન્દ્ર શર્મા, દિનાનાથ ચોરસીયા, જાગીન્દર, સતેન્દ્ર ચોરસીયા, જિતેન્દ્ર યાદવ, રાકેશ ગુપ્તા, પંડીત નરેન્દ્ર ઉપાધ્યાય, પહવારી ચોરસીયા, બલિરામ યાદવ, દિનાનાથ યાદવ, અોમપ્રકાશ યાદવ, મુન્ના શાહની, સુનિલ ચોરસીયા, રબિન્દ્ર યાદવ, બાંસદેવ ચૌરસીયા, સંદીપ દુબે, શ્રીરામ સિંહ, સિપાહી યાદવ, સોનુ પટેલ વગેરેના સહકારથી તાપી નદી કિનારે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને આ તહેવારમાં દર વર્ષે લોકો ઉત્તરોત્તર વધતા જાય છે. આમ જાવા જઈએ તો સૂર્યછઠ પૂજાનું આયોજન વિયર કમ કોઝવે અત્રે ત્યારથી થઈ રહ્નાં છે. જ્યારે કોઝવેનું બાંધકામ પુરૂ પણ થયું ન હતું. પણ સન ૧૯૯૭ થી આ મંડળ અને સુરત મહાનગરપાલિકાના સહકારથી વ્યવસ્થા વગેરેની સગવડ આપવામાં આવે છે. આ તહેવારમાં કોઈ અિ­ય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અમૂલ્ય સહકાર મળે છે. આમ સુરત મહાનગરપાલિકાના સહકારથી આ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. છઠ પૂજની પૂર્ણ તૈયારી તાપી નદીના કિનારે બિહાર વિકાસ મંડળ દ્વારા મંડપ, ખુરશીઅો, ડેકોરેશન, લાઈટ, માઈક, પીવાના પાણીની વ્યવસ્થા વગેરેનું આયોજન થઈ ચૂક્યું છે. દૂર દૂરના ભક્તજનોને રોકવા માટે મંડપ, પંડાળ, ગદા, નીજી સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા થઈ છે. આ અવસર પર બિહાર વિકાસ મંડળ દ્વારા સાધુ સંતો અને વિભિન્ન સંપ્રદાયના મહાનુભાવો ઉપસ્થિત થઈ સૂર્ય છઠ માતાની પૂજન અને આરતીનો લાભ લેશે.
વિશેષ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. જૂની ઢેરીઅોïની રિનોવેશન થઈ રહ્ના છે. માટીના બેદીઅો, બનાવવામાં આવી રહ્ના છે. મંડળના કાર્યકર્તાઅો દ્વારા નદી કિનારે ઘાટની સાફ સફાઈ થઈ રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY