વડોદરા,તા.૧૧
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી હરિઓમ ગેસ એજન્સી પર આજે જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકીંગમાં પુરવઠા વિભાગે રાંધણગેસના સીલીન્ડરમાં ગેસ ઓછો કરીને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
શહેરના આજવા રોડ પર ઇન્ડિયન ઓઈલની ગેસ એજન્સી હરિઓમ ગેસ પર આજે સવારે પુરવઠા વિભાગના અધિકારીઓ પહોચ્યા હતા. જ્યાં એજન્સીનો એક ટેમ્પો રાંધણગેસના ભરેલા બોટલ લઈને ઓફિસે આવ્યો હતો. પુરવઠા વિભાગે આ ટેમ્પોના આશરે ૩૦ જેટલા બોટલ નું વજન કરી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલાક ગેસ સીલીન્ડરમાં એકથી ત્રણ કિલો જેટલો ગેસનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું. આ કારણે ગેસના સીલીન્ડરમાંથી ગેસની ચોરી થતી હોવાની વાતનો પર્દાફાશ થયો હતો. પુરવઠા વિભાગે આ અંગે તપાસ કરી અને એજન્સી સંચાલક અને ટેમ્પો ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




