ટ્રક ચાલકે કાવડિયાને હડફેટે લેતાં મોત,૫૦૦ કાવડિયાઓએ ચક્કાજામ કર્યો

0
10

સુરત,તા.૧૧
સુરતમાં કીમ ચાર રસ્તા પર કાવડ લઇ જતા કાવડીયાને ટ્રક ચાલકે ઉડાવ્યા હતા. જેમાથી એકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને એક ઇજાગ્રસ્ત થયા હતા. સિયાલજ પાટિયા પાસે આશરે ૫૦૦ જેટલા કાવડીયાઓ કાવડ ભરી પરત ફરી રહ્યા હતા.
માહિતી અનુસાર કીમ ચાર રસ્તા નજીક સિયાલજ પાટિયા પાસે કવાડીયાઓ કાવડ ભરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક કાવડીયાને ઉડાવ્યો હતો અને ઘટના સ્થળે જ તેનુ મોત થયુ હતુ. જ્યારે એક કાવજડીયાને ઇજા પહોંચી હતી. રસ્તા પર આશરે ૫૦૦ જેટલા કાવડીયાઓએ હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો જેને લઇ વાહનની લાંબી લાઇનો લાગી હતી. આ તમામ કાવડીયાઓ ભરૂચ નર્મદા નદીમાંથી કાવડ ભરી પરત ફરી રહ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY