દાહોદ લોકસભા સીટમાં વર્ષોથી ભાજપા-કોંગ્રેસ આમને સામને ટક્કર આપતી હોય છે.પરંતુ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમા ભારતીય ટ્રાયબલ પાર્ટી ગુજરાત રાજ્યની સાત જેટલી સીટો ઉપર લડવાની જાહેરાત કરી છે.એવામાં દાહોદ લોકસભામાં પણ ભારતીય ટ્રાયબલ પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારવાની હોવાની વાતોથી ભાજપા-કોંગ્રેસમા હારનો ડર સતાવી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ.હાલમાં દાહોદ જીલ્લાની ત્રણ વિધાનસભા ભાજપા પાસે અને ત્રણ કોગ્રેસ જોડે છે.સંતરામપુર ભાજપા જોડે હોવાથી ભાજપા-કોંગ્રેસ બન્ને જોડે એક વિધાનસભાનો તફાવત છે.જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી પાસે હાલમાં એકપણ તાલુકા સભ્ય,જીલ્લા સભ્યો કે વિધાનસભા નથી.હાલની પરિસ્થિતિ જોતા આદિવાસી બહુલ્ય વસ્તીના આધારે બીટીપી દાહોદ લોકસભા પોતાના કબજે કરવા તડામાર તૈયારીઓ કરી રહી છે.જ્યારે ભાજપા-કોંગ્રેસ બંને આ લોકસભા સીટ બીટીપીના હાથમાં જતી ના રહે તેવા ડરથી એડીચોટીનુ જોર લગાવી રહી છે.જ્યારે બીટીપીના સુપ્રીમો છોટુભાઈ વસાવાની મજબૂત આદિવાસી વિસ્તારમાં પક્કડ હોવાથી ભાજપા-કોંગ્રેસને જીતવું મુશ્કેલ છે.ભાજપાએ ફરી કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરને રીપીટ કર્યા છે.જ્યારે કોંગ્રેસ બીટીપીના ઉમેદવારની રાહ જોઈ રહી હોય તેમ સ્પષ્ટ જોવાય રહ્યુ છે.જ્યારે બીટીપીના કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટી કદાવર નેતાને મેદાનમાં ઉતારશે અને ઉમેદવારને લઈને કોઈપણ પ્રકારની ઉતાવળ કરશે નહી.હાલની પરિસ્થિતિ જોતા બીટીપી જોડે દાહોદ લોકસભા સીટમાં પોતાની પાસે 0.0% મત હોવા છતાં જીતની દાવેદારી કરતા ભાજપા-કોંગ્રેસ ભોંયતળીયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





