વડોદરા જિ. પં.ની સામાન્ય સભામાં ૮ કરોડના કામો નામંજૂર કરાતા કોંગ્રેસનો હોબાળો

0
52

વડોદરા,તા.૮
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી બનેલા નવા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી વિશેષ સામાન્ય સભામાં સમિતીઓ પાસેની સત્તા અને રૂપિયા ૮ કરોડના જૂના મંજૂર થયેલા કામો બહુમતીના જોરે રદ્દ કરવામાં આવ્યા હતા. સભ્યોની મંજૂરી વિના વિશેષ સભા બોલાવી શકાય નહીં તેમ જણાવી કોંગ્રેસે ભારે હોબાળો મચાવી મૂક્યો હતો.
દિવાળી પૂર્વે ભાજપે કોંગ્રેસના અસંતુષ્ઠ ૭ સભ્યોને મદદ કરીને કોંગ્રેસના પ્રમુખ પન્નાબહેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાવી હતી. અને કોંગ્રેસના અસંતુષ્ઠ ઇલાબા ચૌહાણને પ્રમુખ બનાવ્યા હતા. નવા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં જૂની સમિતીઓની સત્તા રદ્દ કરવા અને તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટો રદ્દ કરવાની દરખાસ્ત લાવવામાં આવતા તેમજ જૂના મંજૂર કરવામાં આવેલા રૂપિયા ૮ કરોડના કામો રદ્દ કરવાની પણ દરખાસ્ત લવાતા કોંગ્રેસે ભારે હોબાળો મચાવી મૂક્યો હતો.
ભાજપાના ટેકાથી પ્રમુખ બનેલા ઇલાબા ચૌહાણે બાંધકામ, કારોબારી, આરોગ્ય અને સિંચાઇ સમિતીની સત્તાઓ તેમજ તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અને જૂના મંજૂર કરવામાં આવેલા રૂપિયા ૮ કરોડના કામો રદ્દ કરવાનો બહુમતીના જોરે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે રૂપિયા ૭ કરોડ ઉપરાંતના રસ્તા અને સ્ટેમ્પ ડયૂટી સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY