રાજપીપળા નગર માં DGVCL નો સપાટો યથાવત : 528 વીજ જોડાણ કાપતા દોડધામ  

0
32

વીજકર્મી ની 12 ટીમો બનાવી ચેકીંગ હાથ ધરતા : બે દિવસ માં 23.89 લાખની રીકવરી કરતુ DGVCL

રાજપીપળા : માચ એન્ડિંગને લઈને કચેરીઓ હાલ આખીરાત ધમધમી રહી છે ત્યારે DGVCL નર્મદા દ્વારા રાજપીપળા નગરમાં જ 84 લાખ જેટલા વીજ બીલો બાકી અને વર્ષોથી તફાવતના બીલો બાકી હોય એવા ગ્રાહકો સામે તવાઈ બોલાવી 12 ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં મોકલી વીજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરતા શહેરમાં ફફળાટ ફેલાયો છે, વીજ કંપની દ્વારા બે દિવસમાં 528 જેટલા કનેક્શન કાપી નાખ્યા હોય ભર ઉનાળામાં વીજ કનેક્શનો કપાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને વીજ બીલો ભરવા દોડધામ કરી હતી.

તાજેતરમાં DGVCL કંપની ના અધિક્ષક ઈજનેર વી.જી.ચૌધરી ના નેતૃત્વમાં ઇજનેરો, ટેકનીશીયનો અને હેલ્પરો સહીત તમામ કામે લાગ્યા છે રાજપીપળા માં 84 લાખની ઉઘરાણી માટે આ અભીયાન ચાલુ છે વીજ કંપનીની 12 જેટલી ટીમો દોડી રહી છે. ત્યારે રાજપીલા નગરમાં 528 જેટલા કનેક્શનો કાપી 23.89 લાખ રૂપિયાની રિકવરી કરી લીધી છે આમ વીજ કંપની 40 ટકા રિકવરી કરી લીધી છે અને બે દિવસમાં 100 ટકા કરી દે તેવો અંદાજ છે .અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા કરાતી વસુલાતને પગલે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે જયારે મોટી રકમના વીજ બિલ બાકી હોય એવા ગ્રાહકો વીજ આધિકારીઓ પાસે મુદત પણ માંગી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY