મુંબઈ,તા.૨
એશિયા કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની ગઇ છે પરંતુ આ સિરીઝ બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર ખતરામાં આવી ગયુ છે. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ધોનીએ કોઇ ખાસ પ્રદર્શન કર્યુ નથી, આ મામલામાં હવે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે ધોનીને લઇ એક મોટુ નિવેદન આપી દીધુ છે.
ટીમ ઇન્ડિયાના પસંગદીકર્તા પ્રસાદે એક ઇન્ટરવ્યૂમાં ધોનીના ફોર્મને લઇ જણાવ્યું કે, ધોનીને મધ્યક્રમની જવાબદારી ઉઠાવતા રન બનાવવા પડશે. અમારા મધ્યમક્રમ માટે આ ટૂર્નામેન્ટ એક રિયાલિટી ચેક હતું, જેમા અત્યારે પણ ઘણી ખામીઓ છે. ત્યાં જ ઋષભ પંત પોતાની ઇનિંગની રાહ જાઇ રહ્યો છે. પરંતુ ધોનીની વિકેટ કિપિંગનો કોઇ જવાબ નથી. ધોનીએ વિકેટ કિપિંગ તો ખુબ જ સારી કરી પરંતુ બેટથી તેમને રન બનાવવાની જરૂર છે.”
વધુમાં પ્રસાદે જણાવ્યું કે, ધોનીને વન ડેમાં બેટ્સમેન તરીકે સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. નોંધનિય છે કે, ધોનીએ એશિયા કપમાં ચાર મેચોમાં ૭૭ રન બનાવ્યા છે. ખબરોનું માનિએ તો ધોની વેઇસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ટીમથી બહાર રહી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



