વાશિંગ્ટન,તા.૨
ભારતીય મૂળના વિજ્ઞાનીના નેતૃત્વમાં એક ટીમે એવું ઇમ્પ્લાન્ટેબલ સેન્સર વિકસાવ્યું છે, જે બીમારીઓ જાણકારી મેળવીને તેને રોકવા અને ઇલાજ કરવામાં મદદ કરશે. શુગરથી ઊર્જા મેળવનાર આ સેન્સર શરીરના જૈવિક સંકેતોની ભાળ મેળવે છે. જેના દ્વારા બીમારીઓની જાણ થઇ શકે છે.
અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર સુભાંશુ ગુ્પ્તા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલું આ સેન્સર જૈવ ઇંધણ કોશિકા અને લોહીમાં રહેલા ગ્લુકોઝની મદદથી કામ કરે છે. આઇઇઇઇ ટ્રાન્ઝેકશન ઓફ સર્કિટ એન્ડ સિસ્ટમ્સ નામની જર્નલમાં આ અધિકાર અંગે વિસ્તારથી વાત કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ સેન્સર ઇલેકટ્રોનિક અને જૈવ ઇંધણ કોશિકાઓનું અદ્વિતીય એકીકરણ છે. તેમાં ઉચ્ચ સંવેદનશીલતાવાળા શારીરિક અને રાસાયણિક સંકેતોની જાણ થાય છે.
સંશોધકોના જણાવ્યા મુજબ બીમારીઓની જાણ થાય તે માટે વર્તમાનમાં રહેલા મોટા ભાગના લોકપ્રિય સેન્સર ઘડિયાળના રૂપમાં છે. જેને ચલાવવા માટે વારંવાર ચાર્જ કરવાની જરૂર પડે છે. આ ઉપરાંત ત્વચા પર પહેરી શકાય તેવા પેચ જેવા સેન્સર એમ્બેડેડ થઇ શકતા નથી.
સંશોધકોનું કહેવું હતું કે આ જ કારણ હતું કે તેમણે એવું સેન્સર વિકસાવ્યું જેને વારંવાર ચાર્જ કરવાની જરૂર ન પડે.
બ્લડ નહીં લેવું પડે સંશોધકોનું કહેવું કે આ ઉપરાંત આ સેન્સરની મદદથી ડાયાબિટીસના દર્દીઓની તપાસ માટે બ્લડ લેવા માટે તેમની આંગળી પર સોય ખોસવાની જરૂર નહીં પડે. તેના વગર વ્યકિતના ડાયાબિટીસ અંગે જાણ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





