વે.ઇન્ડિઝને ફટકો : કિમર રોચની નાનીનું અવસાન થતા પ્રથમ ટેસ્ટમાંથી બહાર

0
11

રાજકોટ,તા.૨
ભારત વેસ્ટઇન્ડિઝ સામે ઘર આંગણે ટેસ્ટ રમી રહી છે. પહેલી ટેસ્ટ રાજકોટ ખાતે રમાવાની છે. ત્યારે રાજકોટના ફેન્સ પણ તેની ઉત્સુકતાથી રાહ જાઇ રહ્યા છે, પરંતુ આ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સૌથી ઘાતક અને પેસ બોલર કેમાર રોચ પહેલી ટેસ્ટમાં નહીં રમી શકે. રોચની નાનીનું અવસાન થતા તેણે પહેલી ટેસ્ટમાંથી પોતાનું નામ પરત ખસેડી લીધુ છે.
રોચ ગુરૂવારે રાજકોટમાં શરુ થઇ રહેલી ટેસ્ટ મેચમાં અધવચ્ચેથી જાઇન થશે. આ વિશે વેસ્ટ ઇન્ડિઝના કોચ સ્ટુઅર્ટ લોએ કહ્યું કે, કેમાર હજુ સુધી પરત નથી ફર્યો, તેમના પરિવારમાં તેની નાનીનું નિધન થતા તે અધવચ્ચેથી ટેસ્ટ જાઇન કરશે.
કોચે કેમારની તારીફ કરતા કહ્યું કે, કેમાર રોચ ઘણો જ અનુભવી ખેલાડી છે. જેની પાસે શાનદાર ટેલેન્ટ છે. અમારી ટીમ માટે આ મોટું નુકસાન છે. જાકે પાછલી કેટલીક ટેસ્ટમેચોમાં શેનોન ગેબ્રિઅલે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે પણ ભારત જેવી જ સ્થિતિમાં.
રોચે ૪૮ ટેસ્ટમાં ૨૮.૩૧ની એવરેજ સાથે ૧૬૩ વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરથી કોચ બનેલા સ્ટુઅર્ટ લાએ ગેબ્રિઅલ, જેસન હોલ્ડર, કીમો પાલ અને નવોદિત્ત શર્મન લુઇસ પર ભરોસો વ્યક્ત કર્યો છે.
કોચે કહ્યું છે કે કેમારનું ન હોવું એ ટીમ માટે મોટું નુકસાન છે, અમારી પાસે કિમો પાલ અને શર્મન લુઇસ છે જે હાલ પ્રતિભાવાન ખેલાડીઓમાંના એક છે. એટલે કે અમે આક્રામક બોલિંગ કરી શકીશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY