રૂપેણ બંદરની બોટ ડૂબતા લાપતા માછીમારનો મૃતદેહ મળી આવ્યો

0
35

દ્વારકા,તા.૧૯
ત્રણ દિવસ પહેલા ભારે પવન સાથે જામનગર અને દ્વારકા જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વાવાઝોડામાં રૂપેણ બંદરની બોટ ડૂબતા એક માછીમાર લાપત્તા થયો હતો. ત્રણ દિવસ બાદ લાપત્તા માછીમાર મુશા હસન (ઉ.૨૦)નો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. કોહવાયેલી હાલતમાં મળી આવેલા માછીમારના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર હોસ્પિટલે ખસેડાયો છે.
દ્વારકામાં ગત રાત્રીના અચાનક વાતાવરણમાં પલ્ટો જાવા મળ્યો હતો. સતત ગરમી વચ્ચે અચાનક રાત્રીના બેથી ત્રણ વાગ્યાના સુમારે પવન ફુંકાવા લાગ્યો હતો. જેના લીધે દરિયામાં ભારે કરંટની સાથે મોજા પણ ઉછળવા લાગતા માછીમારી કરવા ગયેલી બોટોને નુકસાન થયું હતું.
ફિશરીઝ વિભાગ દ્વારા ખરાબ વાતાવરણના કારણે હાલ માછીમારોને માછીમારી ન કરવા ન સૂચના આપવામાં આવી છે. તેમજ જે લોકો માછીમારી કરવા દરિયા અંદર હોય તેમને પરત ફરવા જણાવવામાં આવ્યું છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY