ન્યુ દિલ્હી,તા.૩૧
હવે મસાલાના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ નિકાસ અને રૂપિયા સામે ડોલરની મજબૂતાઇના કારણે મસાલા હવે મોંઘા બનશે.
પેટ્રોલ અને ચા બાદ જો અમેરિકા મસાલાની બાબતમાં ઇરાન પર કોઇ કાર્યવાહી નહીં કરે તો તેની નિકાસ હજુ વધશે. ભારત યુરોપ બાદ ઇરાનને મસાલાની સૌથી વધુ નિકાસ કરે છે. ગત નાણાકીય વર્ષમાં ભારતમાંથી મસાલાની નિકાસ આઠ ટકા વધીને ૧૦.૨૮ લાખ ટનને આંબી ગઇ હતી. આ દરમિયાન ૧૭,૨૯,૦૬૦ ટન મસાલા અને મસાલાની વિવિધ પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી હતી અને તેના કારણે રૂ. ૧૭,૯૨૯ કરોડની આવક થઇ હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧૭,૬૬૪.૬૧ કરોડના ૯,૪૭,૭૯૦ ટન મસાલાની નિકાસ કરવામાં આવી હતી. આમ, ઇલાયચી, મરચું, જીરું, લસણ, કરી પાવડર અને અન્ય મસાલાના ભાવમાં ઉછાળો આવશે એવી શક્્યતા દેખાઇ રહી છે. આગામી વર્ષમાં પણ મસાલાની નિકાસમાં વધારો થવાની આશા છે. મસાલા બોર્ડ નિકાસ માટે નવા બજારની શોધખોળ કરી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




