વડોદરા,
તા.૨૬/૦૩/૨૦૧૮
રવિવારે રાતે ફતેપુરા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા સમયે થયેલા કોમી તોફાનમાં સિટી પોલીસે ૧૫૦૦ના ટોળા સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી ૩૫ જેટલા લોકોની ઓળખ થતાં તેમની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી ગત રાત્રે રામનવમી નિમિત્તે ભગવાન રામજીની શોભાયાત્રા નિકળી હતી અને આ સમયે કોઇ શખ્સોએ ડિવાઇડર પર લગાવેલ એક ઝંડો ખેંચતાં જ શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો શરૂ થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ગણતરીની મિનિટોમાં જ બન્ને કોમનાં ટોળાં સામસામે આવી જતાં હાથીખાના બાદ ફતેપુરા ચાર રસ્તા અને ચાંપાનેર દરવાજા પાસે પણ પથ્થરમારો શરૂ થતાં સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. જેમાં તોફાનીઓએ દસથી વધુ વાહન, ત્રણ જેટલી હાથ લારી અને ચારથી પાંચ દુકાનમાં તોડફોડ કરતાં પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા માટે ૨૦થી વધુ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારામાં ત્રણ જેટલા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે સિટી પોલીસે ૧૫૦૦ના ટોળા સામે ગુનો નોંધ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આસપાસના વિસ્તારના સીસીટીવી અને વીડિયોને આધારે પોલીસે ૧૫૦૦ લોકોના ટોળા પૈકી ૩૫ જેટલા લોકોની ઓળખ પોલીસે કરી છે. અને આ લોકોની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"