પો.કમિશ્નર ઓફિસરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

0
22

રસોઈ બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી
અમદાવાદ,તા.૩૧
શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલે આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ આવેલી મહિપાલનગર સોસાયટી વિભાગ-૧માં જગદીશભાઈ પરમાર (ઉ.વ.૪૬) તેમનાં પત્ની, ૧૬ વર્ષની પુત્રી અને ૧૫ વર્ષીય પુત્ર સાથે રહેતા હતા. જગદીશભાઈ ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા અને શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં આવેલી સીપી રીડર શાખામાં ફરજ બજાવતા હતા.
ગઈ કાલે સાંજે નોકરીએથી તેઓ ઘરે પરત આવ્યા હતા. ઘરે પત્ની સાથે રસોઈ બનાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ જમી પરવારી ઘરના તમામ સભ્યો પોતાના રૂમમાં જઈ સુઈ ગયા હતા.
આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ જગદીશભાઈ પોતાના રૂમમાં પંખે ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે લાશને પી.એમ માટે મોકલી આપી હતી. રસોઈ બનાવવા બાબત જેવી સામાન્ય બાબતે મનમાં લાગી આવતાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જગદીશભાઈના ભાઈ પણ પોલીસમાં હોવાનું જાણવા મળ્યું છે. ચાંદખેડા પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY