સાન ફ્રાન્સિસ્કો,તા.૨૨
ફેસબુકે મંગળવારે રાતે રશિયા અને ઈરાન સાથે જાડાયેલા ૬૫૨ ફેક એકાઉન્ટ્સ અને પેજ ડિલીટ કરાવ્યા છે. ફેસબુકને શંકા હતી કે આ એકાઉન્ટ્સ દ્વારા અમેરિકા, યુકે, મિડલ ઈસ્ટ અને લેટિન અમેરિકામાં રાજકીય દખલગીરી વધારવામાં આવી રહી છે.
ફેસબુકના જણાવ્યા પ્રમાણે આ એકાઉન્ટેસ અને પેજ દ્વારા વિવિધ અભિયાન ચલાવવામાં આવતા હતા. તેમાંથી ૩ એકાઉન્ટ ઈરાન સાથે જાડાયેલા હતા. બીજી બાજુ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે, સાઈબર સિક્્યુરિટી એવો મુદ્દો છે કે તેનો સંપૂર્ણ ઉકેલ ક્્યારેય ન આવી શકે. જાકે અમે સતત તે વિશે પ્રયત્નો કરી રહ્યા છીએ.
ફેસબુકે જણાવ્યું હતું કે, ઈરાન સાથે જાડાયેલા એક નકલી એકાઉન્ટ પર લિબર્ટી ફ્રન્ટ પ્રેસ અભિયાન ચલાવવામાં આવતું હતું. તેને ઈરાની મીડિયાનું પણ સમર્થન મળ્યું હોવાની વાત સામે આવી હતી. જ્યારે બીજા ત્રણ ગ્રૂપ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી પણ મળ્યા છે. તેમાં મિડલ ઈસ્ટ, યુકે, યુએસ અને લેટિન અમેરિકા સાથે જાડાયેલા રાજકીય સંકટ વિશે પોસ્ટ કરવામાં આવી છે. તેમાંથી અમુક એકાઉન્ટ ૨૦૧૩થી ચાલી રહ્યા છે. આ નકલી પેજને અંદાજે ૧.૫૫ લાખ લોકો ફોલો કરી રહ્યા છે. બીજી બાજુ એક ફેસબુક પેજ અને ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત માટે ઓગસ્ટ ૨૦૧૮માં રૂ. ૪.૧૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





