તિરુવનંતપુરમ્,તા.૨૨
કેરળમાં આવેલી પ્રચંડ કુદરતી આપત્તિમાં દરેક લોકો પોતાનાથી બનતી મદદ કરવા માટે આગળ આવી રહ્યાં છે. આ સંદર્ભે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં દેહ વ્યાપારના કાર્ય સાથે સંકળાયેલી મહિલાઓએ કેરળના પૂરગ્રસ્તો માટે ૨૧ હજાર રૂપિયા દાનમાં આપ્યા છે. એટલુ જ નહીં, આ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓની આ મહિનાના અંત સુધીમાં એક લાખ રૂપિયા ભેગા કરવાની યોજના છે.
આ મહિલાઓ માટે કામ કરનારી એક બિન સરકારી સંસ્થાના એક અધિકારીએ કહ્યું કે તેમના એક સમૂહે કેરળના પૂર પીડિતો માટે વડાપ્રધાન રાહત ફંડના નામનો ૨૧ હજાર રૂપિયાનો ચેક સોમવારે અહીં રેજીડેન્ટ ડેપ્યુટી કલેક્ટર પ્રશાંત પાટિલને સોંપ્યો છે. શહેરના એનજીઓ ‘સ્નેહાલય’ના દીપક બુરામે કહ્યું કે દેહ વ્યાપાર સાથે જાડાયેલી મહિલાઓ કેરળના પૂરપીડિતો માટે આ મહિનાના અંત સુધીમાં ૧ લાખ રૂપિયા ભેગા કરશે.
બુરામે કહ્યું કે ભૂતકાળમાં આ મહિલાઓએ દેશના અલગ-અલગ વિસ્તારમાં આવેલી કુદરતી આપત્તિઓના પીડિતોની મદદમાં યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર ૨૦૧૫માં આ મહિલાઓએ વરસાદથી આવેલા પૂરથી ચેન્નઈમાં રાહત કાર્ય માટે એક લાખ રૂપિયા દાનમાં આપ્યા હતાં.
પદાધિકારીએ કહ્યું કે તેઓ ગુજરાતના ભૂકંપ (૨૦૦૧), સુનામી (૨૦૦૪), કાશ્મીર અને બિહારનુ પૂર, મહારાષ્ટÙમાં દુકાળના પીડિતો અને કારગિલ યુદ્ધના શહીદોના પરિવાર સહિત અલગ-અલગ અવસરે લગભગ ૨૭ લાખ રૂપિયા સહાય તરીકે યોગદાન આપ્યું છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




