ગોવિંદાની ‘ફ્રાઇડે’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ

0
281

મુંબઈ,તા.૧૨
બોલીવુડમાં કોમેડી અને એક્શનથી લોકોનાં દિલો પર છવાઇ જનાર અભિનેતા ગોવિંદા હવે ફરી એકવાર કોમેડી ફિલ્મ લઇને આવી રહ્યો છે. ફિલ્મનું નામ ‘ફ્રાઇડે’ છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. ‘ફ્રાઇડે’ ફિલ્મની વાર્તામાં ગોવિંદાનું પાત્ર એક એવા વ્યક્તિનું છે જે કોઇપણ સુંદર છોકરીને જોઇને તેના પર મોહી જાય છે. ફિલ્મમાં તેના સિવાય વરૂણ શર્મા પણ છે. વરૂણ પણ તેની કામેડી દ્વારા સૌને હસાવતો જોવા મળી રહ્યો છે.
ફિલ્મનાં ડાયલોગ્સ ડબલ મીનિંગથી ભરેલા છે. ફિલ્મ એન્ટરટેઇનિંગ નજર આવી રહી છે અને દર્શકો માટે ટાઇમ પાસ માટે સારી ફિલ્મ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં વરૂણ શર્મા એક સેલ્સમેનનાં પાત્રમાં છે જે ગોવિંદાનાં ઘરે આવીને તેને પોતાના પ્રોડક્ટ્‌સ વેચવા પોતાનો જીજા બનાવી દે છે.
એક્ટર સંજય મિશ્રા, વિજેન્દ્ર કાલરા અને રાજેશ શર્માનાં પાત્ર પણ આ ફિલ્મમાં મનોરંજન કરાવશે. ફિલ્મનું નિર્દેશન અભિષેક ડોગરાએ કર્યું છે અને પ્રોડ્યુસ સાજિદ કુરૈશીએ કરી છે. આ ફિલ્મ ૧૨ આૅક્ટોબર ૨૦૧૮નાં રીલીઝ કરવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY