રાધિકા માદને પટાખા માટે દસ કિલો વજન વધાર્યુ હતુ…!!

0
14

મુંબઈ,તા.૧૭
લોકપ્રિય ટીવી સ્ટાર રાધિકા માદને કહ્યુ હતું કે મારી આગામી ફિલ્મ પટાખા માટે મેં દસ કિલો વજન વધાર્યું હતું. ફિલ્મના ડાયરેક્ટરે મને આ રીતે વજન વધારવાની સૂચના આપી હતી.
વિખ્યાત ટૂંકી વાર્તા લેખક ચરણજિત પથિકની આ જ નામની ટૂંકી વાર્તા પરથી બની રહેલી પટાખા ફિલ્મમાં બે સગ્ગી બહેનોની પરસ્પર સાથેની સ્પર્ધા અને સંઘર્ષની કથા છે.
રાધિકા જે બહેનનું પાત્ર કરી રહી છે એ માટે એણે તંદુરસ્ત દેખાવાનું હતું. વાસ્તવ જીવનમાં એ પાતળી પરમાર છે એટલે ડાયરેક્ટરે એને વજન વધારીને થોડી સ્થૂળ દેખાવાની સૂચના આપી હતી. ગામડાગામની પંદર વર્ષથી પચીસ વર્ષની યુવતી તરીકે દેખાવા રાધિકાએ આ પ્રકારની તૈયારી કરવી પડી હતી.
ગામડામાં રહીને ચોખ્ખા ખોરાક પાણી લેતી યુવતી કેવી તંદુરસ્ત દેખાય એ રીતે તબિયત જમાવવાની સલાહ એને આપવામાં આવી હતી.
રાધિકાએ કહ્યુ કે મને વજન વધારવા માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો અને સેટ પર હાજર રહેલી દરેક વ્યક્તિ એ વાતનું ધ્યાન રાખતી હતી કે મારું વજન એક ગ્રામ જેટલુંય ઘટે નહીં. મને નાસ્તામાં મીઠાઇ અને કેળાં વધુ આપવામાં આવતા હતા.
આમ દરેક યુનિટ મેમ્બર મને વજન વધારવામાં મદદ કરી રહ્યો હતો. મારી પાસે વજન વધારવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નહોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY