વડોદરા પરિણીતા પર દુષ્કર્મ કેસ : પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

0
26

વડોદરા,તા.૮
રાજ્યમાં અનેક વખત ચોરી,લૂંટફાટ અને દુષ્કર્મની ઘટના બનતી રહે છે. જ્યારે વડોદરામાં મહિલા સાથે લૂંટ કરી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જેમા પોલીસે અજય પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ત્રણ શખ્સો દ્વારા દંપતી સાથે લૂંટ ચલાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાત્રે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા દંપતીને લૂંટી લીધા બાદ માંજલપુર GIDC શાક માર્કેટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હતું.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, માંજલપુર વિસ્તારમાં આવેલ GIDC શાક માર્કેટના મેદાનમાંથી રાત્રે પતિ-પત્ની પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના ઘેરી લીધા હતા. આ દરમિયાન ત્રણેય યુવકોએ બંને પાસે રહેલી રોકડ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. બાદમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં માંજલપુર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY