હળવદમાંથી સસ્તા અનાજનો જથ્થો વેચવાનું કૌભાંડ ઝડપાયુ

0
6

ઘઉંની ૧૮૫ બોરી,ચોખાની ૩૫ બોરી મળી આવી
મોરબી,તા.૮
રાજ્યામાં અત્યાર સુધીમાં મગફળીકાંડનો ઉકેલ આવ્યો નથી, ત્યારે હવે રાજ્યમાં ગરીબો માટે ઉપયોગમાં લેવામાં આવતા અનાજને બારોબાર વેચવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. મોરબીના હળવદના ટીકર રોડ પર આવેલા એલીગન્સ ફુટ ગોડાઉનમાંથી ઘઉંની ૧૮૫ બોરી અને ચોખાની ૩૫ બોરી મળી આવી છે.
SOG પોલીસને બાતમી મળતા તપાસમાં ગોડાઉનમાંથી કુલ ૨૨૦ બોરીઓ ઝડપી પાડી છે. આ ઉપરાંત ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
જૂનાગઢ બીલખા પાસેથી બિલ વિનાના ઘઉંના ૮૪ કટ્ટા મળી આવ્યા હતા. ગોંડલ યાર્ડમાં માલ વહેંચવા જતા ડ્રાઈવર સહિત બે લોકોને પોલીસે ઝડપી પાડયા છે. આ ઉપરાંત રવિવારે ભુજમાંથી પણ સરકારી ગોડાઉનમાંથી ઘઉનો જથ્થો મળી આવ્યો હતો. જેને કોંગ્રેસના આગેવાનોએ ઝડપી પાડ્યો હતો.
હળવદના ટીકર રોડ પર આવેલ પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાથી ઘંઉની ૧૮૫ બોરી અને ચોખાની ૩૫ બોરી મળી કુલ ૨૨૦ બોરી ભરીને ટ્રક હળવદ માળિયા હાઈવે રોડ પર આવેલ ઘઉના કારખાનામા વેચવા જતા મોરબી SOG પોલીસ ત્રાટકી હતી, અને પોલીસે ટ્રકની તપાસ કરતા હળવદ તાલુકાના કડીયાણા ગામના સસ્તા અનાજના પરવાનેદારના ઘંઉ, ચોખા હોવાનુ જાણવા મળ્યું હતું.
SOG પોલીસે ૧૮૫ બોરી ઘઉ અને ૩૫ બોરી ચોખા અને ટ્રક મળી કુલ રૂપિયા ૫ લાખ નો મુદામાલ જપ્ત કરી હળવદ મામલતદાર પુરવઠા વિભાગને હવાલે કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY