બારદાનમાં આગ ઘટના :; નુકસાનની ભરપાઈ માટે રાજકોટ માર્કેટ યાર્ડે ગુજકોટને નોટિસ ફટકારી

0
20

રાજકોટ,તા.૨૦
રાજકોટના જૂના માર્કેટ યાર્ડના પ્લેટફોર્મમાં પડેલા બારદાનમાં આગ લાગ્યાની ઘટનાના લીધે માર્કેટ યાર્ડના પ્લેટફોર્મને રૂ.૨.૫૦ કરોડનું નુકસાન થતાં નુકસાનની આ રકમ ભરપાઇ કરવા માટે તાજેતરમાં રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ગુજકોટને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત જૂના માર્કેટ યાર્ડમાં મહિને રૂ.૧૫ હજારના ભાડે રાખેલી ઓફિસનું છેલ્લા પાંચ મહિનાનું ભાડુ પણ ચૂકતે કરવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.
વધુમાં આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, સરકારના આદેશથી અને ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી ગુજકોટને જૂના માર્કેટ યાર્ડમાં પ્લેટફોર્મ અને ભાડેથી ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY