રાજકોટ રેન્જ આઈજી ની નસબંધી ના અમલીકરણ ની કડક સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ ને મળી સફળતા
મોરબી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરફેર રોકવા પોલીસની ટીમ દોડધામ કરતી હોય જેમાં આજે રાજસ્થાનથી કચ્છ જતા દુધના ટેન્કરમાં ભરેલો લાખોની કીમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં હળવદ પોલીસની ટીમને સફળતા મળી છે
રાજસ્થાનથી કચ્છ તરફ દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોય જે બાતમીને આધારે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી હળવદ પીઆઈ એમ.આર સોલંકીની ટીમે વોચ ગોઠવી હતી હળવદના શક્તિનગર નજીક ટીમે સવારથી વોચ ગોઠવી બેઠા હોય અને સાંજના સુમારે શંકાસ્પદ ટેન્કર નુ જીજે ૩૬ ટી ૭૧૩૦ પસાર થતા તેને આંતરી લેવામાં આવ્યું હતું
ટેન્કરની તલાશી લેતા દુધને બદલે ટેન્કરમાંથી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જેમાં ૪૫૦ થી વધુ દારૂની પેટી લાખોની કીમતનો દારૂનો જથ્થો ટેન્કરમાંથી મળી આવ્યો હતો જોકે હાલ પોલીસ વિદેશી દારૂ સહિતના મુદામાલની ગણતરી કરી રહી છે પરંતુ લાખોનો દારૂ અને ટેન્કર મળીને ૩૫ લાખથી વધુની કીમતનો જથ્થો જપ્ત કરાયો છે તેમજ ટેન્કર ચાલક લડ્ડુરામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે
હળવદ પીઆઈ એમ આર સોલંકી વનરાજસિહ બાબરીયા, દેવેન્દ્રસિહ ઝાલા,પી, જી, પનારા,વિજયભાઈ,રમણીકભાઈ,નાથુભા,પકજભાઈ,ભાવેશભાઈ,વગેરે એ સફળ કામગીરી કરી હતી.
મયુર રાવલ હળવદ મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
ય


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



ય

