ચકચારી અનાજ કૌભાંડની તપાસ પહોંચી નવા ઈશનપુર રેશનીંગ દુકાનન કરાઈ સીઝ

0
47

જિલ્લા પુરવઠા અધિકારીની આક્રમક્ર કાર્યવાહીથી રેશનીંગની દુકાનોમાં કાળા બજારી કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ

નવા ઈશનપુર ગામે રાશનની દુકાનમાં દરોડો પાડતા ખુલ્લામાં પડેલ ચાર બેરલ કેરોસીન, ૧પ૦ કિલો ખાંડ, ૧૯ કટા ચોખા તેમજ ૪૭ કટા ઘઉંના મળી આવતા જે તમામ હાલ સીઝ કરાયા

કડીયાણા ગામના સસ્તા અનાજના પરવાનેદાર અનાજ કૌભાંડ તપાસ હાથ ધરતા ઈસનપુર ગામ ના પરવાનેદાર નુ કૌભાંડ બહાર આવ્યું

મોરબી નાયબકલેકટર અને મામલતદાર એ છાપો મારતા બિન હિસાબી ઘઉ ચોખા ખાડ કેરોસીન જથ્થો મળી આવ્યો

હળવદ તાલુકા ના કડીયાણા ગામના સસ્તા અનાજના પરવાનેદાર ઘંઉ ચોખા બારોબાર વેચી મારવા નુ કૌભાંડ બહાર આવતાં મોરબી જિલ્લા કલેક્ટર ની સુચના થી મોરબી નાયબ કલેકટર એ તપાસ નો ધમધમાટ શરૂ કરતા રેશનીગ નો જથ્થો બિન હિસાબી રીતે મળી આવતા અને ત્રણ માસ થી કાડૅ ધારક નો રેશનીગ નો જથ્થો વિતરણ // કયો ની ચોકાવાનારી વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી જયારે નાયબ કલેકટર એ સસ્તા અનાજના પરવાનેદાર ની હળવદ ની ગોડાઉન સીઝ કરી અને નવા ઈસનપુર ગામ રેશનીગ નો જથ્થો સીઝ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી

પંથકમાં ચકચાર જગાવનાર રાશન કૌભાંડમાં રોજ રોજ નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રીના જિલ્લા પુરવઠા અધિકારીને મળેલ બાતમીના આધારે હળવદની જલારામ જનરલ પ્રોવિઝન સ્ટોરના પાછળના ગોડાઉનમાં દરોડો પાડતા પ૦ કિલો રાશનના ચોખાનું કટુ મળી આવતા કાળા બજારીઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે અને બાજુની દુકાનનું ગોડાઉન શંકાસ્પદ જણાતા તેને સીલ કરાયું છે.
જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટની આક્રમક્ર કાર્યવાહીથી રેશનીંગની દુકાનોમાં બે નંબરી કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ અને હળવદ મામલતદાર વી.કે.સોલંકી દ્વારા તપાસ હાથ ધરાતા હળવદની જે જગ્યાએથી ચોખાનું કટુ મળી આવ્યું તે નયનભાઈ ઠક્કર પોતે નવા ઈશનપુર ગામે રાશનની દુકાન ધરાવતા હોવાનું ખુલતા અધિકારીઓ દ્વારા મધરાત્રીના તાલુકાના નવા ઈશનપુર ગામે રાશનની દુકાનમાં દરોડો પાડતા ખુલ્લામાં પડેલ ચાર બેરલ કેરોસીન, ૧પ૦ કિલો ખાંડ, ૧૯ કટા ચોખા તેમજ ૪૭ કટા ઘઉંના મળી આવતા જે તમામ હાલ સીઝ કરાયા છે. જયારે બીજી તરફ રાશનધારક દુકાનદારે છેલ્લા ત્રણ મહિનાથી રેશનીંગનું વિતરણ ન કર્યું હોવાનું સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી લાલધુમ થયા છે. જયારે વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દમયંબેન બારોટે જણાવ્યું હતું કે, ગરીબ લોકોને અપાતું સસ્તુ અનાજ તેના કોળીયા સુધી પહોંચવાના બદલે આવા કાળા બજારીઓ ચાંઉ કરી જાય છે તે ખરેખર શરમજનક બાબત છે. વધુમાં શ્રી બારોટે ઉમેર્યું હતું કે, અનાજ કૌભાંડના સમગ્ર બનાવની તપાસમાં કોઈપણની શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે.જીલ્લા પુરવઠા અધિકારી સહિતનો સ્ટાફ ના સપાટો મોડી રાત સુધી તપાસનો ધમધમાટ

મયુર રાવલ 
મો 9909458555
હળવદ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY