ઝિમ્બાબ્વેમાં સરકારનો હિંસક વિરોધઃ ૨૦૦થી વધુ લોકોના મોત

0
166

હરારે,તા.૨૧
ઝિમ્બાબ્વેના પ્રેસિડન્ટ એમર્સન નાનગાંગ્વાનું નામ આજે દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ લીડર્સની સમિટમાંથી પરત ખેંચવામાં આવ્યું છે. ઝિમ્બાબ્વેમાં પ્રેસિડન્ટનો હિંસક વિરોધ થઇ રહ્યો છે. ક્રોકોડાઇલના નામે ઓળખાતા પ્રેસિડન્ટ નાનગાંગ્વાના રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. જેની સામે હજારો નાગરિકોને હિંસક રીતે માર મારવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અથવા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પ્રેસિડન્ટ નાનગાંગ્વા અને તેની આર્મીએ સરમુખત્યાર રોબર્ટ મુગાબેને સત્તા પરથી હટાવ્યા બાદ નાગરિકોને નવા ઝિમ્બાબ્વેનું વચન આપ્યું હતું. પરંતુ હવે સત્તામાં આવ્યા બાદ નાનગાંગ્વાએ આખા દેશમાં પેટ્રોલની કિંમતોમાં ૨૦૦ ટકાનો વધારો કરી દીધો છે. આ રીતે અહીં પેટ્રોલના ભાવમાં ૩.૩૧ ડોલર (૨૩૫.૫૯ રૂ) પ્રતિ લિટર થઇ ગયો છે.
આજે સોમવારે નાનગાંગ્વા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (દાવોસ)ની મુલાકાત રદ કરી દેશમાં ઇકોનોમિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ઝિમ્બાબ્વે પરત ફર્યા છે. ઝિમ્બાબ્વે આર્મીએ ૧૦ વર્ષના નાના બાળકોને પણ માર માર્યો છે. લોકો સડકો પર સરકાર, પોલીસ અને આર્મી વિરૂદ્ધ દેખાવો કરી રહ્યા છે. હિંસક વિરોધ પ્રદર્શનોને જાતાં દેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને વિદેશી મીડિયાકર્મીઓને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સરકારે પેટ્રોલના ભાવવધારાને પરત લેવાની મનાઇ કરી દીધી છે. સરકાર અનુસાર, આ માત્ર શરૂઆતનો વિરોધ છે જે થોડાં દિવસોમાં શમી જશે.
આર્મી અને પોલીસના હુમલા બાદ હજારો લોકો પોતાના ઘરો, હોસ્પિટલ અને કોર્ટમાં આશરો શોધી રહ્યા છે. આર્મીએ લોકો પાછળ શિકારી કૂતરાંઓ છોડ્યા હોવાનો પણ આરોપ છે. બીજી તરફ, ડિપ્લોમેટ્‌સે અત્યાર સુધી ૨૦૦ નાગરિકોની હત્યા થઇ હોવાનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY