રામબાગ સોસાયટી,મહાવિદ્યાલય રોડ સહીત 13 તાળા તોડ્યા : રામબાગ ના એક સીસીટીવી માં કેદ થયા
ઘર આગળ જ બે ખોફ રીતે ગાડી ઉભી રાખી તાળા તોડી પ્રવેશ કરે અને બે મિનિટ માં ચોરીને અંજામ આપી દેતા ચોરટાઓ પોલીસ ને ચેલેન્જ કરતા જોવા મળ્યા
રાજપીપળા : રાજપીપળા માં બુકાની ધારી ગેંગે તરખરાટ મચાવ્યો છે, વહેલી સવારે 4 થી 5 ના ગાળામાં ઘરના સભ્યો જાગી ગયા હોય એ સમયે બંધ ઘરને નિશાન બનાવે છે. ઘર આગળ જ બે ખોફ રીતે ગાડી ઉભી રાખી તાળા તોડી પ્રવેશ કરે અને બે મિનિટ માં ચોરીને અંજામ આપી દેતા હોય અને ચોરી બાદ ઘરો ખુલ્લા મૂકી દે અને ચાલતી પકડે બાદમાં બાજુનું બીજું બંધ મકાન નિશાન બનાવે છે આમ બે દિવસ માં રાજપીપળા માં રામબાગ સોસાયટી,રાજેન્દ્ર નગર સોસાયટી,સંતોષ નગર સોસાયટી મહાવિદ્યાલ રોડ સહીત 13 સ્થળો એ મકાન અને દુકાનો ને ટાર્ગેટ બનાવી ચોરી કરી હતી જોકે એક બે મકાનો માંથી રોકડ રકમ અને ઘરેણાં ગયા હતા બીજા ઘરો માંથી ચોરોને કઈ હાથ ન લાગ્યું .પરંતુ વહેલી સવારે આ તસ્કરો એ હાથ ફેંરો કરવાનો સમય નક્કી કરી પોતાની મોડ્સ ઓપરેન્ડી બનાવી છે અને મુખ્ય રોડ છોડી અંદર ની સોસાયટી ને નિશાન બનાવે છે એટલે મુખ્ય માર્ગ પર પોલીસ પ્રેટ્રોલિંગ કરતી હોય તો પણ ખબર ન પડે. આમ તસ્કરો એ માથું ઉચકતા પોલીસ સતર્ક બની હોય આ ગેંગ સીસીટીવી માં કેદ થઇ જતા ગાડી અને નંબર પરથી આ ચોરોની તપાસ હાથ ધરી છે.
રામબાગ સોસાયટી માં એક ઇકો વેન ભરી ને 6 થી 7 જેટલા લોકો વાન માંથી નીચે ઉતરી આજુબાજુ માં જોઈ ને એક પણ મિનિટ બગાડ્યા વગર મકાન નો નકુચો તોડી તાત્કાલિક ઘર માં પ્રવેશી માત્ર બે થી ત્રણ મિનિટ માં આખી ગેંગ શોધ ખોળ કરી ચોરીને અંજામ આપી બીજું ઘર પકડી લે છે. આમ સવારે લોકો ઉઠતા ની સાથે કોઈને ખબર ના પડે અને ગણતરી ની મિનિટો માં ઘરફોડ ચોરીને અંજામ આપે છે.ખરેખર આ ગેંગ એકદમ બે ખૌફ કામ કરતી હોય સાથે મારક હથિયાર પણ રાખે છે, તમંચો, ગુપ્તી, લાકડી, હોકી સહીત પથ્થરો પણ સાથે લઇ ને ફરે છે અને જો કોઈ મુશ્કેલી થાય તો પથ્થરમારો કરી બચાવ કરે છે. હાલ તો સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



