JHONSON & JHONSON ખરાબ હિપ ઈંપ્લાન્ટ ડિવાઈસ વેચ્યા,ચાર લોકોના મોત

0
17

ન્યુ દિલ્હી,તા.૨૪
સુપ્રસિધ્ધ ફાર્મા કંપની JHONSON & JHONSON પર ગંભીર આરોપ છે કે તેણે કરેલી સેંકડો હિપ ઇંપ્લાન્ટ સર્જરીમાં ખરાબ હિપ ઇંપ્લાન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે અને તેનો કોઇ પણ જાતનો રેકોર્ડ રાખ્યો નથી.
ખરાબ હિપ ઇંપ્લાન્ટ ડિવાઇસ વેચવાની ફરિયાદ સામે કેંદ્રીય સ્વાસ્થ અને કલ્યાણ મંત્રાલય તરફથી મામલાની સઘન તપાસ માટે ફેબ્રુઆરી ૨૦૧૭માં એક્સપર્ટ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮નો રોજ પોતાનો રિપોર્ટ આપ્યો હતો જેમાં જણાવ્યું છે કે કંપનીએ ખરાબ હિપ ઇંપ્લાન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમને આયાત કરીને વેચી હતી, તેમજ ૩,૬૦૦ લોકોની સર્જરીમાં તેનો ઉપયોગ કર્યો હતો. તેનો કોઇ રેકોર્ડ પણ નહિં રાખવાથી તેને ટ્રેસ કરી શકાય એમ નથી. આ ઉપરાત કંપનીએ ઇંપ્લાન્ટ સિસ્ટમ અને સર્જરીના કોઇ રિપોર્ટ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનને પણ મોકલ્યો નથી. રિપોર્ટમાં આ ચોંકાવનારા ખુલાસા સાથે એ જણાવ્યું છે કે ખરાબ ડિવાઇસના લીધે ૪ લોકોની મૃત્યુ થઇ છે.
સમિતિના અધ્યક્ષ તરીકે મૌલાના આઝાદ મેડીકલ કોલેજના પૂર્વ ડીન ડો. અરૂણ અગ્રવાલે રિપોર્ટમાં જણાવ્યું છે કે કંપની સર્જરીથી પ્રભાવિત દરેક દર્દીને ૨૦-૨૦ લાખ આપે અને રિવીઝન સર્જરી માટે રિઇમ્બર્સમેન્ટ પ્રોગ્રામ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ચલાવે. તપાસ સમિતિને જાણ થઇ હતી કે કંપનીએ ASR XL ACETABULAR HIP SYSTEM અને ASR HIP RESURFACING SYSTEM બહારથી મંગાવી હતી, જો કે આ બન્ને ડિવાઇસને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY